વિરમગામના વાંસવા ગામે ધો. 10 નાપાસ બોગસ ડોક્ટર પકડાયો


વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર કોઈપણ જાતની ડીગ્રી કે સર્ટીફીકેટ ન હોવા છતાં ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા બોગસ ડોક્ટરોને છેલ્લા બે મહિનામાં પોલીસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ તેમ છતાંય વિરમગામ શહેર અને તાલુકામાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લીનીક ખોલી અનેક બોગસ ડોક્ટર પ્રેક્ટીસ કરી રહ્ય છે ત્યારે વિરમગામ ગ્રામ્ય પોલીસ દ્વારા વિરમગામ તાલુકાના વાંસવા ગામેથી ધો. ૧૦ નપાસ બોગસ ડોક્ટરને ઝડપી પાડયો હતો.

આ અંગે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ વિરમગામ ગ્રામ્ય પોલિસને મળેલ ખાનગી બાતમીના આધારે વાસવા ગામમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની બાજુમાં આવેલ ઘરમાં અંદરના ભાગે ગેરકાયદેસર ક્લીનીક ખોલી પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટર લક્ષ્મીરામ આત્મારામ સાધુ વૈષ્ણવ રહે વાંસવા પાસે કોઈપણ જાતનું તબીબી સારવાર અંગેનું સર્ટીફીકેટ ન હોવા છતાં બોગસ ડોક્ટર બની ગ્રામજનોની સારવાર કરતો હતો પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની બાજુમાં આ મહાશય પોતાનો ધંધો કરતોહતો આ બનાવમાં આરોગ્ય તંત્રના અધિકારી ઉંઘતા ઝડપાયા છે દવાખાનામાંથી રૂા ૧૮,૬૦૫,૦૨ની એલોપેથી દવા કબ્જે લીધી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vPqoPZ
via IFTTT

Post a Comment

Previous Post Next Post