
બૅન્ક ખાતામાંથી દર વર્ષે રૂા.330નું પ્રીમિયમ કપાવ્યું હોય તો
18થી 50 વર્ષની વયના લોકોને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ
રૂા. બે લાખનો મળતો વીમો ક્લેઈમ મૂકવાનું ઘણાં ચૂક્યા
અમદાવાદ : કોરોનામાં જાન ગુમાવનારા 18થી 50 વર્ષની વય જૂથની વ્યક્તિઓના બૅન્ક એકાઉન્ટમાંથી વર્ષે રૂા. 330નું પ્રીમિયમને કપાયું હોય તો તેમના સ્વજનો જે બૅન્ક ખાતામાંથી પૈસા કપાયા હોય તે બૅન્કમાં જઈને તેમનું રૂા. 2 લાખનો વીમા ક્લેઈમ મેળવવા માટે ફોર્મ ભરીને નાણાં મેળવી શકે છે.
મૃતક વ્યક્તિના પરિવારના સભ્યો સ્વજનના મૃત્યુ થયાના 30 દિવસની અંદર આ ફોર્મ ભરી શકે છે. જોકે તેમાં વિલંબ થાય તો વિલંબ માફ કરવાની (ડીલૅ કોન્ડોન) કરવાની જોગવાઈ પણ છે.
કોરોનાના કાળમાં અનકે બૅન્ક ખાતેદારોના સ્વજનોને સંભવત: ખબર પણ નથી કે તેમના સ્વજને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ તેમના બૅન્ક એકાઉન્ટમાંથી વર્ષે રૂા. 330 કપાવવાની લેખિત અનુમતી આપી છે. પરિણામે ઘણાંએ સ્વજનો ગુમાવ્યા પછી ક્લેઈમ પણ મૂક્યા નથી.
આ સંજોગમાં એક મહિનાથી લાંબો સમય નીકળી ગયાના કિસ્સાઓ બને છે. પરંતુ બૅન્ક પાસે જઈને કોરોના કાળને કારણે વિલંબ પછીય અરજી કરાવવાની જોગવાઈનો લાભ લઈ શકે છે. જોકે સહકારી બૅન્કો આ યોજના હેઠળ ખાસ્સા ક્લેઈમ મૂકાયા છે. તેમણે આ ક્લેઈમ મંજૂર પણ કર્યા હોવાનું અમદાવાદ જિલ્લા સહકારી બૅન્કના સૂત્રોનું કહેવું છે.
આ બૅન્ક 31મી મે સુધીમાં પ્રીમિયમ જમા કરાવવાના છેલ્લા દિવસ પૂર્વે તેમના દરેક ખાતેદારને એસએમએસ મોકલીને તેમણે પૈસા ભરવાના છ ેકે નહિ તે માટે મંજૂરી મંગાવી લે છે. રાષ્ટ્રીયકૃત બૅન્કોમાં આ સક્રિયતા ઓછી જોવા મળે છે. તેઓ લેખિત મેન્ડેટ મેળવવાની રાહ જોતા રહે છે. જોકે એકવાર લેખિત મેન્ડેટ મળી જાય તે પછી દર વર્ષે તે રિન્યુ કરાવવાની જરૂર પડતી નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uvubBA
via IFTTT
Post a Comment