
ડુમાણા : વિરમગામ શહેર સહિત પંથકમાં કોરોનાથી દરરોજ મૃત્યુઆંક સામે આવી રહ્યો છે. એક તરફ કોરોનાનું વધતું સંક્રમણ વિરમગામ માટે ચિંતાજનક છે. બીજી તરફ કુણાની સારવાર માટે વધુ ને વધુ વ્યવસ્થા મળી રહે તે માટે શહેરીજનો માંગ કરી રહ્યા છે.
વિરમગામ શહેર સહિત પંથકમાં આજરોજ ૩૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન કુલ પાંચ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે જ્યારે ૩ લોકોના કુદરતી મોત નિપજ્યાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.
વિરમગામ શહેરમાં શિવ મહેલ સ્મશાન ગૃહ ખાતે આજરોજ સવારથી ૪ મૃતદેહ ને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે જ્યારે વિરમગામ શહેરમાં કુલ બે લોકોની દફનવિધી કરાઇ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e8hGqB
via IFTTT
إرسال تعليق