
અમદાવાદ : લાખો રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર અને પરિવહન નીગમ ડીપાર્ટમેન્ટ દ્વારા માંડલનું બસ સ્ટેશન બનાવાયું છે પરંતુ માંડલ છેલ્લા વીસક વર્ષથી તાલુકો બન્યા પછી પણ એસ.ટી.સ્ટેન્ડને ડેપો કક્ષાનું સ્થાન મળ્યું નથી.
માંડલ બસ સ્ટેશનના નવીનીકરણ બાદ મુસાફરોને બેસવા માટેના બાંકડા અને લાઈટ પંખાની સુવિધા તો ઉભી કરાઈ એ તો બરાબર છે પણ આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરોની પ્રાથમિક સુવિધામાં પાણીની પરબ અને લેડીઝ ટોયલેટ જેવી કોઈ સુવિધા નથી. માંડલ બસ સ્ટેશન નવું બન્યા પછી પાણીની પરબ આવેલી છે પણ તે નળમાંથી એક ટીપું પાણી આવતું નથી. આમ આ પરબ શોભાના ગાંઠીયા સમાન છે. મુસાફરો દૂરથી આવતાં હોય બહારથી રૂપિયા ખર્ચીને પાણી પીવા મજબુર છે. બીજી જો વાત કરીએ તો આ બસ સ્ટેશનમાં કેન્ટીન, ચા-પાણી માટેના સ્ટોલ હોવા જોઇએ, એની જગ્યા અને દુકાનો બનાવાઈ છે પણ હજુ સુધી તે પણ ચાલુ કરવામાં આવતી નથી. આ બસ સ્ટેશન લાખો રૂપિયાના ખર્ચે બનાવાયું છે પણ કેટલીક સમસ્યાની રજુઆત હજુ પણ વિરમગામ એસ.ટી.ડેપોમાં કરવી પડતી હોય છે. માંડલ તાલુકા મથક છે પણ એસ.ટી.ડેપો ફળવાયું નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rL13op
via IFTTT
Post a Comment