
બગોદરા : અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી ચુક્યું છે જેમાં ધોળકા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી ચુક્યા છે ત્યારે ધોળકા તાલુકામાં કોરોના વાયરસના દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે તે માટે ૫૦ બેડનું તમામ સુવિધા સાથેનું કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં કોરોનાની બીજી લહેર ચીંતાજનક સાબીત થઈ રહી છે અને કોરોનાએ અજગરી ભરડો લીધો છે તેમજ મૃત્યુદર પણ વધી ચુક્યો છે ત્યારે હોસ્પીટલોમાં દર્દીઓ માટે બેડ ખાલી નથી તેમજ ઓક્સીજન અને ઈન્જેકશન સહિતની સુવિધાઓ મળતી નથી ત્યારે ધોળકા શહેરમાં કોરોનાના દર્દીઓને સહેલાઈથી સારવાર મળી રહે અને હાલાકી ન પડે તેવાં હેતુથી બગોદરા મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, કેડીલા ફાર્માસ્યુટીકલ, ધોળકા સેવા પરિવાર, અન્નસેવા પ્રસાદ તીર્થ, ફરજ ટ્રસ્ટ વગેરે સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી ધોળકા ખાતે નિઃશુલ્ક ૫૦ બેડનું કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં ઓક્સીજન તેમજ જમવાની વ્યવસ્થા પણ પુરી પાડવામાં આવશે. આ ફ્રી કોવીડ સેન્ટરનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે ધોળકા ખાતે નિઃશુલ્ક કોવીડ સેન્ટર શરૂ થતાં દર્દીઓને એકંદરે મળશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eHCnZE
via IFTTT
Post a Comment