
બગોદરા : અમદાવાદ જીલ્લાના બગોદરા પોલીસ મથકમાં તાજેતરમાં સાપ નીકળતાં પોલીસ મથકના અધિકારીઓ સહિત કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આથી પોલીસ મથકના સ્ટાફ દ્વારા સાપને પકડવા માટે અનુભવી લોકોને જાણ કરતાં નવાપરામાં રહેતો યુવક સાપ પકડવા આવ્યો હતો પરંતુ આ યુવકને સાપે ડંખ મારતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બગોદરા પોલીસ મથકમાં અચાનક સાપ નીકળતાં પોલીસ અધીકારીઓ સહિત ફરજ પરનાં પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જેને ધ્યાને પોલીસ સ્ટાફ દ્વારા ગામના રહિશ અને નવાપરા વિસ્તારમાં રહેતાં રમેશભાઈ માવજીભાઈ વાળંદને ઉ.વ.૨૮વાળાને સાપ પકડવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે સાપે યુવક રમેશભાઈને ડંખ મારતાં સારવાર અર્થે બાવળા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ તેમજ બોટાદ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે સાપ પકડનાર યુવક અને ખુબ જ ગરીબ તેમજ સામાન્ય પરિવારમાંથી હોય સારવારનો ખર્ચ કાઠવો પણ મુશ્કેલ હોય લોકો દ્વારા ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો અને બગોદરા પોલીસ સ્ટાફ દ્વારા પણ સારવારનો તમામ ખર્ચ આપી સહાય કરવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડયું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39m3zuO
via IFTTT
Post a Comment