ધર્મ સ્વતંત્રતાના કાયદામાં સુધારો કરી લવજેહાદને અંકુશમાં લેવાશે


અમદાવાદ, તા.1 માર્ચ, 2021, સોમવાર

હિન્દુ નામ ધારણ કરી દિકરી-બહેનોને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના ઇરાદે આંતર ધર્મિય લગ્ન અટકાવવા રાજ્ય સરકાર વિધાનસભામાં કાયદો પસાર કરશે.

વૈધાનિક અને સંસદીય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું કે, ધર્મ સ્વતંત્રતાના કાયદામાં સુધારો કરી લવ જેહાદની પ્રવૃતિ પર અંકુશમાં લેવાશે. સૃથાનિક સ્વરાજની ચૂંટણીમાં ય ભાજપને જવલંત વિજય મળશે તેવી આશા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, વિકાસની રાજનિતિને ગુજરાતની જનતાએ સ્વિકારી છે.

વિધાનસભા બજેટ સત્રનો પ્રારઁભ થયો છે. આ વખતે 32 દિવસ સુધી બજેટ સત્ર હશે. વૈધાનિક અને સંસદીય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 3જી માર્ચે નવમી વાર નાણામંત્રી નિતિન પટેલ અંદાજપત્ર રજૂ કરશે.

વિધાનસભા ગૃહની ચાર દિવસ બે બેઠકો રહેશે.માર્ચ મહિનાના પહેલાં અને ત્રીજા શનિવારે પણ ગૃહનુ કામકાજ યથાવત રહેશે. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર ત્રણ બેઠકો,સામાન્ય ચર્ચા પર ત્રણ બેઠકો અને જુદા જુદા વિભાગની માંગણીઓ માટે બાર બેઠકોમાં ચર્ચા હાથ ધરાશે.

જાડેજાએ વધુમાં જણાવ્યુ હતુંકે, લવ જેહાદને નાથવા અનેક રાજ્ય સરકાર કાયદો લાવી રહી છે ત્યારે આ સત્રમાં વિધાનસભામાં લવ જેહાદનો કાયદો પસાર કરવામાં આવશે. ધર્મ સ્વાતંત્રતાના કાયદામાં સુધારો કરી કેટલીક કડક જોગવાઇઓ સામેલ કરાશે.આ કાયદા થકી લવ જેહાદ જેવી પ્રવૃતિને અંકુશમાં લેવામાં આવશે.

આ બજેટ સત્રમાં ગુજરાત ફિસ્કલ રિસ્પોન્સિબિલીટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી,પંડિત દિનદયાલ યુનિવર્સિટી, ગુજરાત ફાયર પ્રિવેન્સન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ વિધેયક લાવવામાં આવશે.રાજ્યમાં શાંતિ,સુલેહ અને સોહાર્દનુ વાતાવરણ જળવાઇ રહે તે માટે અન્ય વિધેયકો લાવવામાં આવશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r9qbWi
via IFTTT

Post a Comment

أحدث أقدم