
અમદાવાદ, તા.1 માર્ચ, 2021, સોમવાર
ડેન્ટલ બાદ આયુર્વેદ અને હોમિયોપેથીમાં પણ પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દેવાઈ છે. જો કે કેન્દ્ર સરકારના આયુષ વિભાગે છેલ્લે છેલ્લે પ્રવેશ મુદત 28 ફેબુ્ર.થી વધારી કરી 15 માર્ચ કરી દીધી છે.જ્યારે પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામા આવતા થયેલા પ્રવેશના આંકડા મુજબ ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથીમાં આ વર્ષે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓમાં યુવતીઓની પ્રમાણ ઘણુ વધુ છે.
ધો.12 સાયન્સ પછીના નીટના આધારે જે કોર્સમાં પ્રવેશ થાય છે તે મેડિકલ,ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં આ વર્ષની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. આ વર્ષે મેડિકલમાં 5343, ડેન્ટલમાં 803, આયુર્વેદમાં 1634 , હોમિયોપેથીમાં 2281 પ્રવેશ થયા છે.
જેમાં યુવકો અને યુવતીઓના પ્રવેશના આંકડા જોઈએ તો મેડિકલમાં 2993 યુવકો અને 2350 યુવતીઓએ પ્રવેશ લીધો છે. ડેન્ટલમાં 240 યુવકો અને 563 યુવતીએ પ્રવેશ લીધો છે. આયુર્વેદમાં 765 યુવકો અને 869 યુવતીએ પ્રવેશ લીધો છે.
હોમિયોપેથીમાં 961 યુવકો અને 1320 યુવતીઓએ પ્રવેશ લીધો છે. આ વર્ષે મેડિકલમાં યુવતીઓ કરતા યુવકોના પ્રવેશ વધુ છે પરંતુ ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી આ ત્રણેય અભ્યાસક્રમોમાં યુવતીઓ યુવકો કરતા પ્રવેશ લેવામા વધારે છે. ચારેય અભ્યાસક્રમોમાં કુલ મળીને 4959 વિદ્યાર્થીએ અને 5102 વિદ્યાર્થિનીએ પ્રવેશ લીધો છે.
કુલ 10061 પ્રવેશ થયા છે. રાજ્ય સરકારની પ્રવેશ સમિતિ દ્વારા ઓફલાઈન રાઉન્ડ પૂર્ણ કરાતા આયુર્વેદ અને હોમિયોપેથીમા કેન્દ્રના આયુષ વિભાગે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત 28 ફેબુ્રઆરીથી વધારીને 15 માર્ચ કરી દીધી છે.આમ ખાલી બેઠકો ભરવા હવે ખાનગી કોલેજોને વધુ સમય મળશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uN0jSC
via IFTTT
Post a Comment