ભાજપ તમામ મ્યુનિ. કોર્પોરેશન માટે એક સાથે જાહેરાત કરશે


અમદાવાદ, તા. 28 ફેબ્રૂઆરી, 2021, રવિવાર

રવિવારે પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન પુરૂ થયા બાદ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ અમદાવાદ સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મેયર સહિતના અન્ય હોદ્દેદારોની એક સાથે જાહેરાત કરશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ સહિતના અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી પુરી થયા બાદ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી હોવાના કારણે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી શકી નહતી.વિધાનસભા સત્રની શરૂઆત થતી હોવાથી પાર્લામેન્ટ્રી બોર્ડ વિધાનસભાના પહેલા દિવસની કામગીરી પુરી થયા બાદ મળશે જેમાં તમામ મહાનગરપાલિકાઓના મેયર સહિતના નામોની જાહેરાત કરવામાં આવશે.

અમદાવાદમાં આ વખતે શિડયુલ કાસ્ટના  મેયરની પસંદગી કરવાની હોવાથી ઘણી સ્પર્ધા જોવા મળી રહી છે. અમદાવાદમાં કંગાળ દેખાવ સાથે માત્ર 24 બેઠક મેળવનારા કોંગ્રેસ પક્ષના નવા ચૂંટાયેલા કોર્પોરેટરની પહેલી બેઠક કયારે બોલાવવી? વિપક્ષનેતા તરીકે કોને બેસાડવા એ અંગે હજુ સુધી કોઈ તૈયારી કરાઈ ના હોવાનું જાણવા મળ્યું છે.

જયારે બીજી તરફ જમાલપુરમાંથી ચાર અને મકતમપુરામાંથી ત્રણ એમ સાત બેઠક મેળવનારા ઔવેસીની પાર્ટી તરફથી તેમના નેતા તરીકે અગાઉ કોંગ્રેસમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને હાલ ઔવેસીની પાર્ટીમાંથી જમાલપુર વોર્ડમાંથી ચૂંટાયેલા રફીક શેખની નિમણૂંક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bRk8zc
via IFTTT

Post a Comment

Previous Post Next Post