અમદાવાદ, તા. 20 ફેબ્રુઆરી 2021, શનિવાર
CM વિજય રૂપાણી મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરશે. કોરોનાથી સંક્રમિત થયા બાદ સીએમ રૂપાણીની તબિયત હાલ સ્થિર હોવાથી તેઓ રાજકોટ આવી મતદાન કરશે. મુખ્યપ્રધાન રૂપાણી વોર્ડ નંબર 10ના મતદાર છે. ગાઇડલાઇન પ્રમાણે CM રૂપાણી PPE કીટ પહેરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, ઉલ્લેખનિય છે કે, કોરોનાના દર્દીઓ માટે મતદાનનો સમય સાંજે 5 થી 6 વાગ્યાનો છે.
ઉલ્લેખનિય છે કે, વડોદરાની સભામાં તબિયત બગડ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને અમદાવાદ સ્થિત યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ મુખ્યમંત્રીના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sb5pWC
via IFTTT
إرسال تعليق