
અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર
અમદાવાદ સહિતની મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં જ્યાં 45 ટકાથી પણ ઓછું મતદાન નોંધાયુ છે ત્યારે વૃદ્ધોનું વોટિંગ વધુ હોવાનું દેખાયુ છે. જેની સરખામણીએ યુવાનોમા નિરસતા રહી છે.
અમદાવાદ, જામગનર, વડોદરા, રાજકોટ, સુરત, અને ભાવનગર સહિતની છ મહાનગર પાલિકાઓની ચૂંટણી આજે પૂર્ણ થઈ ગઈ છે.મતદાન ટકાવારીના આંકડા ચોંકવાનારા છે.ઓવરઓલ થયેલા 42થી43 ટક જેટલા મતદાનમાં યુવાનોની હિસ્સેદારીની વાત કરીએ તો યુવાનોમાં ભારે નિરસતા દેખાઈ છે. આજે રવિવાર હતો તેમ છતાં પણ નોકરીયાતો- યુવાનો મતદાન કેન્દ્રોની લાઈનોમા ઓછા દેખાતા હતા.
અમદાવાદ સહિતના મોટા શહેરો કે જ્યાં યુવા મતદારોનું પ્રમાણ વધારે છે ત્યારે યુવાનોનું જ મતદાન ઘણું ઓછું હોય તેવુ દેખાયુ છે.જેની સામે વૃદ્ધોનું વોટિંગ વધુ દેખાયુ છે. સવારના બે કલાક 7થી9 દરમિયાન વૃદ્ધો વોટિંગની લાઈનોમાં દેખાયા હતા.
જોગિંગ પર જતા અને દુધ કે પેપર ખરીદવા જતા વૃદ્ધો સવારે જ વોટિંગ કરીને સમયનો સદ ઉપયોગ કર્યો હતો અને ઓવરઓલ વોટિંગમાં વૃદ્ધો ,મહિલાઓનું વોટિંગ સારૂ એવુ કહી શકાય તેવુ છે. યુવાનોમાં વોટિંગ માટેની નિરસતા દેખાઈ છે અને તેની પાછળ રોજગારી સહિતના અનેક કારણો જવાબદાર છે અને ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો યુવાનોને વોટિંગ માટે આકર્ષવા જોઈએ તેટલા સફળ થયા નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pJTr4q
via IFTTT
Post a Comment