ધાકડી લબ્ધિધામ તીર્થમાં આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે


વિરમગામ, તા. 20 ફેબ્રુઆરી, 2021, શનિવાર

વિરમગામથી ૧૦ કિ.મી. દૂર આવેલ ધાકડી લબ્ધિધામ તીર્થ ખાતે આચાર્ય લબ્ધિસુરીશ્વરજી મ.સા.ની ૧૭મી પૂન્યતિથી નિમિત્તે સમાધિ મંદિરે  રવિવારે હજારો દિવડાઓથી શણગાર કરવામાં આવશે.  

સાંજના સંધ્યા ભક્તિ કાર્યક્રમમાં જાણીતા સંગીત કલાકારો રાજીવ વિજય વર્ગીય (જયપુર), ત્રિલોક મોદી (અમદાવાદ), ગૌતમ જૈન (મુંબઇ), અંકુર શાહ (સુરત), શિવમસિંહ (બરોડા) ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ધાકડી કાલીયાણા ગામના ગ્રામજનોને ઘર દીઠ  મીઠાઇ વિતરણ, અનુકંપાદાન અબોલ પશુ-પંખીઓને ઘાસચારાનું નીરણ કરવામાં આવશે. બહારગામથી પધારેલ મહેમાનો માટે સવારે નવકારશી, બપોરના સ્વામીવાત્સલ્ય અને સાંજના ચૌવિહાર સહિત ભક્તિ રાખવામાં આવેલી છે. આ પ્રસંગને માણવા અમદાવાદથી સ્પેશ્યલ ૧૭ લકઝરી બસોમાં શ્રાવક-શ્રાવિકાઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NhDB49
via IFTTT

Post a Comment

أحدث أقدم