ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ પર ઇવીએમમા ચેડાના આક્ષેપ સાથે હોબાળો


અમદાવાદ, તા. 23, ફેબ્રુઆરી 2021 મંગળવાર 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આજે મતગણતરી થવાની છે ત્યારે ગઇકાલે મોડી રાત્રે Evmમા ચેડા થયા હોવાની અફવાને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત કોલેજ તેમજ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ પર ઉમટી પડ્યા હતા.

કોલેજ પાસે જઈને સૂત્રો પોકારીને હોબાળો મચાવ્યો હતો. આ બનાવની જાણ થતા કેટલાક રાજકીય નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે તેમણે કોલેજ ઉપર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થતું હોવાનો વિશ્વાસ સંપાદન કરતા મામલો થાળે પડ્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dCNYu3
via IFTTT

Post a Comment

أحدث أقدم