સગીરાના ફોટા નીચે કોલગર્લ લખીને ફેસબુક પર ફોટો અપલોડ કરી દીધો


અમદાવાદ, તા. 26 ફેબ્રૂઆરી, 2021, શુક્રવાર

અમદાવાદમાં રહેતી સગીરાના ફોટા નીચે તેનો મોબાઈલ નંબર લખી રેટ રૂ.2500 કોલ મી એમ લખી ફેસબુક પર મુકતા સગીરાને ફોનનો મારો શરૂ થઈ ગયો હતો. અંતે કંટાળીને સગીરાએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગોતામાં રહેતી મહિલાની અટક કરી હતી.

સગીરાના પિતા સાથે ઝઘડો થતા  આ એવી મહિલાએ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ બનાવની વિગત મુજબ 1 નવેમ્બર 2020ના રોજ રાધાસિંગ નામના આઈ.ડી.ધારકે પોતાની આઈ.ડીમાં અમદાવાદમાં શહેર વિસ્તારમાં રહેતી સગીરાનો ફોટો મુક્યો હતો.

ઉપરાંત સગીરાનો મોબાઈલ નંબર લખી રેટ રૂ.2500 કોલ મી તેવો ટેક્સ મેસેજ લખ્યો હતો. જેને કારમે સગીરાને અઢળક ફોન આવવા લાગતા તે પરેશાન થઈ ગઈ હતી. તે સિવાય રાધાસિંગે તેના વોટ્સએપ પરથી સગીરાના માતાપિતાને વોટ્સએપ નંબર પર તેમની દિકરી બાબતે બિભત્સ મેસેજો લખેલો સ્ક્રિન શોટ મોકલ્યો હતો.

આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગોતામાં સ્તવન પરીશ્રય ખાતે રહેતી રાધા ખચ્ચુસિંગ સિંગ(32)ની અટક કરી હતી. પુછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે આશરે ચારેક વર્ષ અગાઉ તે દિલ્હીથી અમદાવાદ રહેવા આવી હતી.

તે જ્યારે પી.જી.માં રહેતી હતી ત્યારે સગીરાના પિતાના સંપર્કમાં આવી હતી. જેમાં તેમની વચ્ચે મિત્રતા થઈ હતી અને એકબીજાને મળતા હતા. જેને કારણે રાધા સિંગને સગીરાની માતા સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને રાધા સિંગે ફેસબુક પર સગીરાનો ફોટો મુકી બિભત્સ લખાણ લખીને તેની બદનામી કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kutRzi
via IFTTT

Post a Comment

أحدث أقدم