
અમદાવાદ, તા. 31 જાન્યુઆરી, 2021, રવિવાર
સ્થાનિર સ્વરાજની ચૂંટણીના મંડાણ થયા છે ત્યારે કોંગ્રેસ સોશિયલ મિડીયાના સહારે પ્રચારના શ્રીગણેશ કર્યાં છે. એટલું જ નહીં, ભાજપના સત્તાધીશોને નિશાન બનાવી કોંગ્રેસે અલ્યા , હવે તો સુધરો એવા હેશટેગ ટ્વિટર અને ફેસબુક પર ચલાવાયો હતો જે ગુજરાતમાં ટ્વિટર પ્રથમ ક્રમે રહ્યો હતો.
લોકોએ આ ટ્રેન્ડને ખુબ જ પસંદ કરી ભાજપ સરકાર વિરૂધ્ધ કોમેન્ટોનો મારો પણ ચલાવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિકાસ ગાંડો થયો છે તે હેશટેગ સાથે પ્રચાર કરાયો હતો જેને ગુજરાતભરમાંથી વ્યાપક પ્રતિસાદ સાંપડયો હતો. આ જ પ્રમાણે, મારા હારા છેતરી ગ્યાં તે હેશટેગ સાથેનો ટ્રેન્ડ પણ મતદારોએ ખૂબ જ પસંદ કર્યો હતો.
સોશિયલ મિડીયા પર કોંગ્રેસના આ ટ્રેન્ડ ખુબ જ છવાયેલાં રહ્યા હતાં જેના કારણે ભાજપે સોશિયલ મિડીયા ટીમને કાઉન્ટર કરવા જવાબદારી સોપી હતી પણ તે વામળી પુરવાર થઇ હતી. આ કારઁણોસર જ નવા માળખામાં સોશિયલ મિડીયાના બધાય હોદ્દેદારોને હાંકી કાઢવામાં આવ્યા હતાં.
મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી છે ત્યારે કોંગ્રેસ સોશિયલ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રજાની સમસ્યાને વાચા આપવા અને ભાજપના સત્તાધીશોની નિષ્ફળતાને ઉજાગર કરવા જોરદાર પ્રચાર શરૂ કરાયો છે.
કોંગ્રેસે અલ્યા,હવે તો સુધરો,એવા હેશટેગ સાથે ટ્વિટર પર પ્રચાર અભિયાન છેડયુ છે જે ટ્વિટર પર પ્રથમ નંબરે રહ્યુ હતુ.આ ન્યૂ ટ્રેન્ડને એટલો વ્યાપક પ્રતિસાદ સાંપડયો કે, એક દિવસ માં 15 હજાર ટ્વિટ થઇ હતી. મહાનગરોમાં ગંદકી,પાણી,રસ્તા સહિતના પ્રશ્નોને લઇને શહેરીજનો ત્રાહીમામ છે ત્યારે કોંગ્રેસે આ બધીય સમસ્યાઓને આગળ ધરીને મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YzmlZU
via IFTTT
Post a Comment