વિરમગામ ગોલવાડી દરવાજાથી રોકડિયા મંદિર સુધીના 70 પરિવારો શૌચાલયથી વંચિત


અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર

ભાજપ હોય કે કોંગ્રેસ ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે. પોતાના સ્વાર્થનો આ તસવીર બોલતો પુરાવો છે. રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટે કોઈનો પણ ઉપયોગ કરીને પછી ઓળખ સુધ્ધાં ભૂલી જાય છે. 

ચૂંટણી આવે ત્યારે મત માગવા આવતા નેતાઓ જીત્યા બાદ વિસ્તારમાં ફરકતા પણ નથી

છેલ્લા ૧૦૦ વર્ષથી ગોલવાડી દરવાજાથી રોકડિયા હનુમાનજી મંદિર સુધી આશરે ૭૦ જેટલા દેવીપૂજક અને બાવરી પરિવારો વસવાટ કરે છે જેમની પાસે રેશનકાર્ડ, ચૂંટણી ઓળખ કાર્ડ હોવા છતં આ લોકોન વાસ્તવિક અનાદર રાજકીય પક્ષોના લોકોને દેખાતો નથી. ગુજરાત ભલે ગતિશીલ બની રહ્યું હોય પરંતુ ગરીબોના ભલાની ફક્ત વાતો કરવામાં આવે છે અને રાજકારણીઓને પોતાના ભલા સિવાયની કોઈની પણ ચિંતા હોય તેમ લાગતું નથી. નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપનું શાસન હતું અને અગાઉ કોંગ્રેસ અને અપક્ષ શાસન કરી ચૂક્યા છે. ભલેને રાજકીય પક્ષો દ્વારા દાવાઓ કરવામાં આવી નથી. શૌચાલયથી વંચિત પરિવારજનો વહેલી સવારે રહેણાંકની પાછળ જ આવેલ વરસાદી પાણીની ગટરમાં શૌચક્રિયા કરતા હોય છે. ચૂંટણી આવે એટલે નેતાએ ઘેર ઘેર વોટ માંગવા માટે આવી રહ્યા છે પરંતુ આ લોકોને કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ પોતાના સ્વાર્થ માટે કોઈનો પણ ઉપયોગ કરીને ઓળખ સુધ્ધાં ભૂલી જાય છે. વિરમગામ શહેરમાં સો જેટલા પરિવારો વસવાટ કરે છે. આ પરિવાર પાસે રેશનકર્ડ આઘારકાર્ડ ચૂંટણી કાર્ડ પણ વર્ષોથી આ સો જેટલા પરિવારોને ગટરની સુવિધા પણ નથી સોચાલયને સુવિધા નથી રસ્તામાં ગટરો ઉભરાય ત્યારે ગંદકીના પાણી ભરાય છે ગરીબોના ઉદ્ધારની વાતો કરતા રાજકારણીઓ પોતાના ભલા સિવાય કોઈની પણ ચિંતા નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bCWEhj
via IFTTT

Post a Comment

Previous Post Next Post