વિરમગામમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા 5 કાર્યકરોને ભાજપે સસ્પેન્ડ કર્યા


વિરમગામ, તા. 27 ફેબ્રુઆરી, 2021, શનિવાર

વિરમગામ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારોને જીતાડવા એડીટચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતાં કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને ચૂંટણીના બે દિવસ પૂર્વે વિરમગામ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરૂદ્ધ જઈને અપક્ષ ઉમેદવારી કરનારા ૫ કાર્યકર્તાઓને જિલ્લા ભાજપના હર્ષદગિરી ગોસાઈએ ૬ વર્ષ માટે બરતરફ કરતા ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ૨૮મી ફેબુ્રઆરીએ ચૂંટણી યોજાવાની છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરૂદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર (૧) રઘુભાઈ અલગોતર, (૨) નાનુજી ઠાકોર, (૩) સુરેશ દલવાડી, (૪) રાજેશભાઈ સોલંકી, (૫) ગાર્ગીબેન વ્યાસ (મહિલા મોરચા મહામંત્રી),ને ૬ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરાતા ચકચાર મચી જવા પામી ગઈ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q4nwMe
via IFTTT

Post a Comment

Previous Post Next Post