1 માર્ચથી ગુજરાતમાં તમામ સિનિયર સિટીઝનને કોરોના વેક્સિન અપાશે


(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ, તા. 26 ફેબ્રૂઆરી, 2021, શુક્રવાર

ગુજરાત સરકાર પહેલી માર્ચ 2021થી ગુજરાતના તમામ સિનિયર સિટીઝનને તથા ગંભીર પ્રકારની બીમારીનો શિકાર બની ચૂકેલા 45 વર્ષથી મોટી વયના નાગરિકોને કોરોનાની રસી આપવાનો પહેલી માર્ચ 2021થી આરંભ કરશે. દસ લાખની વસતિએ રસી મેળવનારાઓની સંખ્યાના ગણિતમાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

કોરોનાની રસી લેવા માટે નાગરિકોએ ઓરોગ્ય સેતુ એપ્લિકેશનમાં તેમના નામનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રસીકરણના સ્થળ પર જઈને નામની નોંધણી કરાવીને પણ નાગરિકો કોરોનાની રસી લઈ શકશે. ખાનગી ક્લિનિકોમાં રસી લેનારાઓએ રજિસ્ટ્રેશન ચાર્જ તરીકે રૂા. 100 અને કોરોનાની રસોની સરકાર દ્વારા જે કિંમત નક્કી કરવામાં આવે તે કિંમત ચૂકવવાની રહેશે. 

રસીકરણના બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી વયના સિનિયર સિટીઝન અને 45 વર્ષ સુધીની વયના તથા ગંભીર બીમારીનો શિકાર બની ગયેલા નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે. કોરોના વોરિયર્સ અને ફ્રાન્ટલાઈન કોરોના વોરિયર્સને બીજા તબક્કાના રસીકરણના અભિયાન હેઠળ લાભાર્થીઓએ કોવિડ પોર્ટર અથવા તો આરોગ્ય સેતુ એપ પર તેમના નામનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને કોરોનાની રસી મેળવવાની રહેશે.

તેઓ રસીકરણના સ્થળ પર જઈને નામની નોંધણી કરાવીને પણ રસી લઈ શકશે. નોંધણી માટે તેમણે આધારકાર્ડ અને આધાર કાર્ડ ન હોય તો નક્કી કરેલા અન્ય ઓળખકાર્ડ લઈને જવું પડશે. ગંભીર માંદગીનો શિકાર બનેલા 45થી 59 વર્ષના નાગરિકોએ કોરોનાની રસી લેવા માટે ડૉક્ટરનું પ્રમાણપત્ર લઈને જવાનું રહેશે. 

સરકારી દવાખાનાઓ, સીજીએસચએસ હેઠળની ખાનગી હોસ્પિટલ્સ, પીએમજેએવાય તથા મા યોજના હેઠળની હોસ્પિટલો અને દવાખાનાઓમાં આ રસી આપવામાં આવશે. સરકારી દવાખાનાઓમાં આ રસી મફતમાં આપવામાં આવશે. ખાનગી દવાખાનાઓમાં રસી મૂકાવવા જનારાઓએ રજિસ્ટ્રેશન ચાર્જના રૂા. 100 ઉપરાંત રસીની સરકાર દ્વારા નક્કી કરવામાં આવનારી કિંમત ચૂકવવી પડશે.

રસી આપવા માટે ગુજરાત ભરમાં 500 સેન્ટરો ઊભા કરવામાં આવશે. સમય જતાં આ સેન્ટરોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જેમણે રસી લઈ લીધી હોય તેમને રસી લઈ લીધી હોવાનું પ્રમાણપત્ર પણ જે તે સેન્ટર પરથી જ આપવામાં આવશે. બીજા ડોઝ માટે સમય આવ્ય સંબંધિત વ્યક્તિઓને સિસ્ટમના માધ્યમથી જ જાણકારી આપવામાં આવશે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZVYrZi
via IFTTT

Post a Comment

Previous Post Next Post