બાવળા- ધોળકા તાલુકામાં ગોવંશની તસ્કરી રોકવા ગૃહમંત્રીને રજૂઆત


બગોદરા, તા. 29 જાન્યુઆરી, 2021, શુક્રવાર

અમદાવાદ જીલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં તેમજ શહેરી વિસ્તારોમાંથી દિન-પ્રતિદિન ગૌતસ્કરી વધી રહી છે અને રાત્રીના સમયે મરછડાઓ પોતાના વાહનમાં આવી ગૌવંશ ઉપાડી જવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લેખીત રજુઆત કરી હતી અને મુખ્ય પ્રવેશ માર્ગો પર ચેકપોસ્ટ તેમજ નાઈટ પેટ્રોલીંગ વધારવાની માંગ કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડીયાથી બાવળા શહેરની હદમાંથી ગૌવંશની તસ્કરી વધી રહી છે અને મધ્યરાત્રે મરછડાઓ દ્વારા પોતાના વાહન લઈ ગૌવંશ ઉપાડી જાય છે ત્યારે બાવળા અને ધોળકાના પ્રવેશ માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરવામાં આવે તેમજ બંન્ને શહેરોમાં નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ કરી હતી. એક તરફ સરકારના પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૭ અંતર્ગત ગૌવંશની હત્યા કરવી ગુન્હો ગણવામાં આવે છે અને આ કલમોમાં સુધારો કરી તે અંગેનો કડક કાયદો બનાવવામાં આવ્યો છે પરંતુ મોડી રાત્રે અંધારાનો ગેરલાભ લઈ ગૌતસ્કરો પશુઘન ઉપાડી જાય છે. જેથી પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી છે અને આવા શખ્સો સહિત વાહનોને રોકવા માટે કડક પગલા ભરવાની માંગ કરી હતી તેમજ મરછડાઓ દ્વારા ગૌવંશ હેરફેર પ્રમાણપત્ર વગર તેનો વધ અને ગૌમાસ અને તેની બનાવટોનું વેચાણ તેમજ સંગ્રહ કરતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આવા વાહનો પકડી તેમના પર કડક કાર્યવાહી કરવાની અને પ્રવેશવાના માર્ગ પર નાઈટ પેટ્રોલીંગ તેમજ નાકાબંધી કરવાની માંગ કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3akv8V2
via IFTTT

Post a Comment

Previous Post Next Post