
પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં પંચાયતોની ચૂંટણી યોજાય તેવી શક્યતા, આગામી મહિનામાં જાહેરાત થઇે શકે છે
અમદાવાદ, તા. 4 ડિસેમ્બર, 2020, શુક્રવાર
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી બાદ હવે પંચાયતો અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવા રાજ્ય ચૂંટણીપંચે તૈયારીઓ કરી છે. આગામી ફેબુ્રઆરી માસમાં આ ચૂંટણીઓ યોજાનાર છે.એટલું જ નહીં, આગામી મહિનામાં રાજ્ય ચૂંટણીપંચ સત્તાવાર રીતે આ ચૂંટણીના કાર્યક્રમને લઇને જાહેરાત કરી શકે છે.
કોરોનાકાળ વચ્ચે પંચાયતો-મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની પેટાચૂંટણીઓ વખતે જે રીતે ચૂંટણીઓનું આયોજન કરાયુ હતું તે પ્રકારે પંચાયતો-મહાનગરપાલિકાની ચૂંટણીઓ વખતે આયોજન કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોના મતે, રાજ્ય ચૂંટણી પંચે અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ ,ભાવનગર,જામનગરના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને કોરોનાના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજાનારી છે ત્યારે થર્મલ ગન ,ફેસ શિલ્ડ ,હેન્ડ ગ્લોવ્ઝ ,લીકવીડ શોપ ઉપરાંત સેનેટાઇઝર્સની વ્યવસૃથા કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રાજ્યના તમામ કલેકટરોને પણ ચૂંટણી દરમિયાન પીપીઇ કીટ સહિતની વસ્તુઓ પુરી પાડવા જણાવ્યુ છે.
સાથે સાથે રાજ્ય ચૂંટણી પંચે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનને પણ પત્ર લખીને કોરોના સંક્રમણથી બચી શકાય તે માટેની જરૂરી વસ્તુઓ પુરી પાડવા સૂચના આપી છે. કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે મહાનગરપાલિકા-પંચાયતોને થર્મલગનથી માંડીને ફેસશિલ્ક-સેનેટાઇઝર્સ સહિતની વસ્તુઓ જિલ્લા મથકોએથી પુરી પાડવા નક્કી કરાયુ છે.
ફેબુ્રઆરીના પ્રથમ આૃથવા બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા જોવાઇ રહી છે. એવી પણ જાણકારી મળી છેકે, પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા-પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. આમ,રાજ્ય ચૂંટણીપંચે સૃથાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારીઓ આરંભી દીધી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lIBUrt
via IFTTT
Post a Comment