રાષ્ટ્રીય મહિલા આયોગની ટ્વિટર સાઈટ પર અભદ્ર ભાષાનો ઉપયોગ


અમદાવાદ, શુક્રવાર

ભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગની ટ્વીટર સાઈટ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરી આપત્તિજનક ટિપ્પણી કરનારા વડોદરાના યુવકની સાયબર ક્રાઈમ પોલીસે અટક કરી છે. અગાઉ ટ્વીટર પર એક કોમેડિયનના વિડીયોમાં એક ફોલોઅર્સની માતાને કોમેન્ટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો હતો. જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગને ફરિયાદ કરવા છતા તેમણે કાર્યવાહી ન કરતા આરોપીએ આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

રાષ્ટ્રીય મહિલા આયોગે ૧૫ જુલાઈ ૨૦૨૦માં આીપીએસ શીવાનંદ ઝાને એક પત્ર લખીને રાષ્ટ્રીય મહિલા આયોગની ટ્વીટર સાઈટને ટેગ કરીને આકાશ જૈન નામના વડોદરાના રહેવાસીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં સાયબર ક્રાઈમ પોલીસને તપાસ કરવા જણાવવામાં આવ્યું હતું.

પોલીસે આ અંગે તપાસ કરીને સોશિયલ મિડીયાના ટ્વીટર પ્રોફાઈલ ધારક આકાશ રાકેશભાઈ જૈનની અટક કરી હતી. આરોપી વડોદરામાં ગોરવા સ્થિત લક્ષ્મીધામ સોસાયટીનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આકાશ જૈનની પુછપરછ કરતા તેણે રાષ્ટ્રીય મહિલા આયોગની ટ્વીટર સાઈટ પર ટેગ કરીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને આપત્તિજનક લખાણ લખ્યું હોવાનું કબુલ્યું હતું.

એમ.એસ.યુનિવર્સિટીમાં બી.કોમ.નો અભ્યાસ કરનારા આકાશ જૈને પોલીસે જણાવ્યું હતું કે છ મહિના પહેલા ટ્વીટર પર એક કોમેડિયને તેના વિડીયોમાં એક ફોલોઅર્સની માતાને ફોલોઅર્સની કોમેન્ટમાં અભદ્ર ભાષામાં કોમેન્ટ કરી હતી. આ  કોમેન્ટ સંદર્ભે રાષ્ટ્રીય મહિલા આયોગને ટ્વીટર પર ટેગ કરીને તેની ઉપર કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી હતી. જોકે કોમેડિયન વિરૃધ્ધમાં રા,્ટ્રીય મહિલા આયોદ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આકાશ જૈનને લાગી આવ્યું હતું. આથી આક્રોશમાં આવીને તેણે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mOh9Lz
via IFTTT

Post a Comment

Previous Post Next Post