
અમદાવાદ, તા. 22 ડિસેમ્બર, 2020, મંગળવાર
24 ડિસેમ્બરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની કારોબારીની બેઠક મળી રહી છે. આ બેઠક તોફાની બની રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે કેમ કે, માતંગી ઇન્ડસ્ટ્રીઝ આગ પ્રકરણમાં ડિરેક્ટર ભાઇ-ભત્રીજાને બચાવવા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની સત્તાના જોરે નટુ પટેલે ધમપછાડા શરૂ કર્યાં છે.
જોકે, નટુ પટેલે રાજકીય કાવાદાવા કરતાં ચેમ્બરની પ્રતિષ્ઠા ખરડાઇ છે પરિણામે કારોબારીની બેઠકમાં આ મુદ્દો ઉછળી શકે છે અને બેઠક તોફાની બને તેવા અણસાર છે. માતંગી ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર રીતે ઝેરી-જોખમી કેમિકલ્સનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.એટલું જ નહીં, આગ પ્રકરણમાં ભાઇ- ભત્રીજાને ક્લિનચીટ અપાવવા નટુ પટેલે છેક દિલ્હી સુધી રાજકીય છેડા તાણ્યાં છે.
ઉદ્યોગોના પ્રશ્નોેના બહાને નટુ પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનુ શરણું શોધ્યુ છે તેનુ કારણ છેકે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની સત્તાના જોરે નટુ પટેલે ઘણાં ઉધામા મચાવ્યા પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મચક આપી ન હતી. નટુ પટેલના રાજકીય હવાતિયાને લીધે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને બદનામી મળી છે જેના કારણે કેટલાંય ઉદ્યોગકારો નારાજ છે કેમકે, પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસિૃથતીનું નિર્માણ થયું છે.
ખુદ ઉદ્યોગકારોમાં ગણગણાટ શરૂ થયો છેકે, જયાં સુધી માતંગી ઇન્ડસ્ટ્રીઝ આગ પ્રકરણનો અંત આવે નહીં ત્યા સુધી નટુ પટેલ પાસેથી પ્રમુખનો ચાર્જ લઇ લેવો જોઇએ અને બંધારણ મુજબ ઉપપ્રમુખને સત્તા સોંપી દેવી જોઇએ જેથી ચેમ્બરના શાખ ખરડાય નહીં.
ઉદ્યોગકારો એવુ ય કહી રહ્યાં છેકે, જો અન્ય ઉદ્યોગમાં આવી ઘટના સર્જાય તો કોઇ મદદ કરતું નથી પણ પોતાના ભાઇ-ભત્રીજાના ગળે કાયદાનો સકંજો કસાવવા જઇ રહ્યો છે ત્યારે ચેમ્બરના નામે દોડધામ મચાવાઇ રહી છે. આ જોતાં ચેમ્બરની કારોબારીમાં નટુ પટેલ સામે હોદ્દેદારો બળાપો કાઢી શકે છે અને બેઠક તોફાની બનશે તે વાત નક્કી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hb2QPX
via IFTTT
إرسال تعليق