અમદાવાદમાં 15 દિવસમાં 122 લોકોના મોત, કોરોનાથી કથળતી જતી પરિસ્થિતિ


અમદાવાદ, તા. 1 ડિસેમ્બર 2020 મંગળવાર

અમદાવાદમાં કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ 15 દિવસમાં 4 હજાર 616 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 15 દિવસમાં 122 લોકોના કોરોનાથી મૃત્યું થયા છે. અમદાવાદ વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 2 હજાર 108 લોકોના કોરોનાથી મૃત્યું થયા છે. હાલ દિવાળીના તહેવાર દરમિયાન કોરોનાના નિયમોમાં પાલનની સંદતર બેદરકારી ભારે પડી છે. બજારોમાં ખરીદી માટે ઉમટેલી ભીડના વરવા પરિણામ હવે જોવા મળી રહ્યાં છે.

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ચાંદખેડાના કોર્પોરેટર દ્વારા તંત્ર  પર કેસના આંકડા છુપાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. તંત્ર વાસ્તવિક આંકડા છુપાવતુ હોવાનો આક્ષેપ કર્યો છે. 

ચાંદખેડાના શ્યામ બંગલોમાં કોવિડ કેસના આંકડા છુપાવવાનો આક્ષેપ છે. સોસાયટીમાં 34 કેસ હોવા છતાં AMCના ચોપડે માત્ર 12 કેસ જ છે. 22 વ્યક્તિઓએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા છે. મનપા દ્વારા સોસાયટી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાઈ છે. ખાનગી લેબ દ્વારા AMCને માહિતી નથી અપાઈ.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36mOtnK
via IFTTT

Post a Comment

أحدث أقدم