UG-PG એક્સટર્નલ વિદ્યાર્થીઓનું 30 ગુણના એસાઈમેન્ટ દ્વારા મૂલ્યાંકન થશે


વિદ્યાર્થીએ 24મી સુધી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે

અમદાવાદ, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી-પીજીના એક્સટર્નલના વિદ્યાર્થીઓની મુલ્યાંકન પ્રક્રિયા અંતે જાહેર કરી દેવાઈ છે.જે મુજબ યુજીમાં સેમેસ્ટર 2 અને 4 તથા પીજીમાં સેમેસ્ટર 2ના એક્સટર્નલના વિદ્યાર્થીઓનું 30 ગુણના એસાઈમેન્ટ દ્વારા મુલ્યાંકન થશે અને જેના આધારે તેઓને પરિણામ આપવામા આવશે. વિદ્યાર્થીએ આ મૂલ્યાંકન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

કોરોનાને લીધે તમામ પરીક્ષાઓ માર્ચ-એપ્રિલમાં લેવાઈ ન હતી પરંતુ સરકારને પરીક્ષાની મંજૂરી આપ્યા બાદ યુજી-પીજીના છેલ્લા  સેમેસ્ટરના રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે એક્સટર્નલના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાઈ હતી.

જ્યારે યુજીસીની ગાઈડલાઈન મુજબ બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રમોશન આપવાનું હતુ. પરંતુ એક્સટર્નલના વિદ્યાર્થીઓને રેગ્યુલરના વિદ્યાર્થીઓની જેમ કોલેજ ઈન્ટરનલ માર્કસ હોતા નથી જેથી ઈન્ટરનલ અને અગાઉના સેમેસ્ટરના 50-50 ટકા મુજબ મેરિટ બેઝ પ્રમોશન આપી શકાય તેમ ન હતુ.

કેટલીક યુનિ.ઓએ એક્સટર્નલના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લીધી હતી જ્યારે ગુજરાત યુનિ.એ 18થી20 હજાર વિદ્યાર્થીઓ સાથે સંખ્યા મોટી હોવાથી સીન્ડીકેટ બેઠકમાં લેખિત ઓફલાઈન પરીક્ષાને બદલે એક્ઝામ સબમિશનના આધારે પરિણામ આપવાનો નિર્ણય કર્યો હતો.

સીન્ડીકેટમાં ઠરાવના એક મહિના બાદ અંતે દિવાળી ટાણે યુનિ.એ મૂલ્યાંકન પ્રક્રિયા જાહેર કરી છે. યુનિ.દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ  બી.એ-બી.કોમ સેમસ્ટર 2 અને 4 તથા એમ.એ-એમ.કોમ સેમેસ્ટર -2ના  એક્સટર્નલના વિદ્યાર્થીઓએ વિષયવાર 30 ગુણના એસાઈમેન્ટ જમા કરાવવાના રહેશે.

જે માટે દરેક વિદ્યાર્થીએ સૌપ્રથમ યુનિ.ની વેબસાઈટ પર 24મી સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટરેશનમાં વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નંબર,સીટ નંબર અને મોબાઈલ નંબર ફરજીયાત લખવાના રહેશે. જો કોઈ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પૂર્ણ નહી કરે તો એક્ઝામ સબમિશન માટે ગેરહાજર ગણવામા આવશે. રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીને ઈમેઈલથી પેપર દીઠ 15-15 ગુણના બે પ્રશ્નો અપાશે અને જેના જવાબો વિદ્યાર્થીએ લખી સ્કેન કરી પેપર દીઠ અલગ અલગ અપલોડ કરવાના રહેશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35qLOcf
via IFTTT

Post a Comment

Previous Post Next Post