
અમદાવાદ, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર
કોરોનાને લીધે ફરી વાર 2ાષ્ટ્રીય પરીક્ષાઓને અસર થાય તેમ છે.2021માં લેવાનારી પ્રથમ તબક્કાની જેઈઈ મેઈન પરીક્ષા જાન્યુઆરીને બદલે ફેબુ્રઆરીમા યોજાય તેવી પુરી શક્યતા છે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હજુ સુધી પરીક્ષા માટેનુ રજિસ્ટ્રેશન પણ શરૂ થયુ નથી.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈન પરીક્ષા દર વર્ષે જાન્યુઆરી અને એપ્રિલ એમ બે વાર લેવામા આવે છે. ગત શૈક્ષણિક વર્ષે જાન્યુઆરી 2019માં પ્રથમ તબક્કાની પરીક્ષા લેવાયા બાદ કોરોનાને લીધે નેશનલ લોકડાઉન લાગુ થતા એપ્રિલમા પરીક્ષા લઈ શકાઈ ન હતી અને પાંચ મહિના બાદ સપ્ટેમ્બરમાં લેવાઈ હતી.
હવે નવા શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે જાન્યુઆરી 2021માં પ્રથમ તબક્કાની જેઈઈ મેઈન પરીક્ષા લેવાની થાય છે પરંતુ કોરોનાને લીધે જાન્યુઆરીની પરીક્ષાને પણ અસર થાય તેમ છે.
કારણ કે હજુ સુધી પરીક્ષાના સીલેબસને લઈને મુંઝવણો છે તેમજ પરીક્ષા માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શરૂ કરવામા આવ્યુ નથી. ડિસેમ્બરમાં પરીક્ષાનું નોટિફિકેશન જાહેર થાય તેવી શક્યતા છે અને રજિસ્ટ્રેશન જાન્યુઆરીના મધ્ય સુધી ચાલશે .જેથી પરીક્ષા ફેબુ્રઆરીમાં જ લેવાશે. જ્યારે બીજા તબક્કાની પરીક્ષા એપ્રિલને બદલે મેમાં થાય તેવી શક્યતા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JbqvDv
via IFTTT
Post a Comment