દિવાળીની ભીડમાં ભાંગફોડિયા તત્ત્વો સક્રિય બને તેવી ભીતિ : IBનું એલર્ટ


અમદાવાદ, તા. 7 નવેમ્બર, 2020, શનિવાર

દિવાળીના તહેવારોની ખરીદીની ભીડ બજારોમાં જોવા મળી રહી છે. આવતીકાલ, રવિવારે બજારોમાં બેકાબૂ ભીડ એકત્ર થવાની ધારણાથી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ખાસ કરીને આઈ.બી.એ ભાંગફોડિયા તત્વો સક્રિય બને અથવા તો આતંકી હુમલો થાય તેવી ભીતિ વ્યક્ત કરતાં પોલીસ વધુ સતર્ક બની છે. ખાસ કરીને કોટ વિસ્તારના બજાર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ચૂસ્ત બનાવવામાં આવ્યો છે. લોકલ પોલીસ ખાનગી વોચ રાખી રહી છે તો એસઆરપી અને હેડકવાર્ટર પોલીસને પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે.

દિવાળીના તહેવારોમાં આતંકી હુમલો કે ભાંગફોડિયા તત્વો સક્રિય બની શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હોવાથી બજાર વિસ્તારોમાં પોલીસ વધુ સતર્ક બની છે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ચેકીંગ વધાર્યું છે. શંકાસ્પદ વ્યક્તિઓ પર પોલીસ નજર રાખી રહી છે. દિવાળીના તહેવારોમાં લોકોની અવરજવર વધશે તેવી ધારણાએ રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટોપ અને એરપોર્ટ પર પણ ખાસ તકેદારી લેવામાં આવી રહી છે.

શહેર પોલીસના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે, કોરોનાના કારણે દિવાળીની ખરીદીની ચમક મોડી મોડી દેખાઈ રહી છે. દિવાળી પહેલાંનો છેલ્લો રવિવાર હોવાથી આવતીકાલે ભદ્ર, રિલીફ રોડ સહિતની બજારમાં બેકાબૂ ભીડ એકત્ર થવાની ધારણા છે. બજાર વિસ્તારમાં ભીડ વચ્ચે કોરોનાનાની ભીતિ દૂર કરવા સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે પોલીસ સક્રિય રહેશે.

ખાસ કરીને આઈ.બી.એ ભાંગફોડિયા તત્વો સક્રિય બને આૃથવા તો આતંકી હુમલાની ભીતિ દર્શાવી છે તેના પગલે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. લોકલ પોલીસને સિવિલ ડ્રેસમાં વોચ માટે સક્રિય કરવામાં આવી છે. જ્યારે, એસઆરપી અને હેડકવાર્ટરના પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં મુકવામાં આવ્યાં છે.

ભદ્ર માર્કેટ વિસ્તારમાં ટોળાં હટાવવા પોલીસે લાઠી વિંઝી

ભદ્ર માર્કેટ વિસ્તારમાં ભારે ભીડ એકત્ર થઈ રહી છે. પગાર અને બોનસ થયાં પછી ખરીદીની ચિક્કાર ભીડ એકત્ર થવા લાગી છે. આ સંજોગોમાં ભદ્ર માર્કેટમાં લોકોની બેકાબૂ ગીદિ થતાં પોલીસને ભારે જહેમત લેવી પડી રહી છે. ભદ્ર બજારમાં શુક્રવારે લોકોના ટોળાં હટાવવા માટે પોલીસે લાઠી વિંઝવી પડી હતી. કોરોનાના કારણે સોશિયલ ડીસ્ટન્સ જળવાય તેવા આયોજન કરાયાં છે. પરંતુ, ખરીદી કરવા આવેલા લોકો સહકાર નહીં આપતાં પોલીસે ટોળાં વિખેરવા હળવો બળપ્રયોગ કર્યો હતો. જો કે, સ્થાનિક પોલીસે આવી ઘટના બન્યાનો ઈનકાર કર્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32r0CWC
via IFTTT

Post a Comment

Previous Post Next Post