B.Sc થર્ડ રાઉન્ડ : 1775 બેઠકો પર પ્રવેશ, 9385 બેઠકો ખાલી


અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

ગુજરાત યુનિવર્સિટીની બી.એસ.સીની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામા આજે ત્રીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરાયુ છે.જેમાં માત્ર 1775 બેઠકો  પર જ પ્રવેશ થયો છે અને 9385 બેઠકો ખાલી રહી છે.હજુ પણ ચોથો રાઉન્ડ કરવો પડે તેવી સ્થિતિ છે.

ગુજરાત યુનિવર્સિટીની યુજી સાયન્સની 35થી વધુ કોલેજોની 15 હજાર  હજાર જેટલી બેઠકો છે.આ વર્ષે 12 સાયન્સનું પરિણામ ઘટતા રજિસ્ટ્રેશન પણ ઘટયુ હતુ અને 11 હજારથી ઓછા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતુ. પરંતુ બેથીત્રણ વાર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ વિદ્યાર્થીઓ ખાસ વધ્યા નથી. પ્રવેશ સમિતિ દ્વારા આજે ત્રીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરાયુ હતુ. 

ગુજરાત બોર્ડના 1637 અને અન્ય બોર્ડના 138 સહિત 1775 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીએ 5મી સુધીમાં ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો છે. જ્યારે ત્રીજા રાઉન્ડના એલોટમેન્ટ બાદ પણ 9385 બેઠકો ખાલી રહી છે અને આ સાથે અત્યાર સુધીમાં કુલ  5590 બેઠકો પર પ્રવેશ થયો છે.

મહત્વનું છે કે મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ બાકી હોવાથી બી.એસ.સીમાં આ વર્ષે પ્રવેશના પુરી રીતે ઠેકાણા  પડયા નથી અને હજુ ચોથો રાઉન્ડ કરવો પડે તેવી સ્થિતિ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/326vY4p
via IFTTT

Post a Comment

Previous Post Next Post