ગુજરાતભરમાં હવે એક પણ ટાઉન પ્લાનિંગ સ્કીમ પેન્ડિંગ ના રહી


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર

સુઆયોજિત શહેરી વિકાસ ક્ષેત્રે નિર્ણાયક અભિગમ  અપનાવીને ઉત્તર ગુજરાતના આથક-વ્યાપારિક ગતિવિધિના મહત્વના કેન્દ્ર મહેસાણાનોડેવલપમેન્ટ પ્લાન એક જ દિવસમાં મંજૂર ી આપી દેવામાં આવી છે. આ સાથે જ રાજ્યના ટાઉન પ્લાનીંગ ઇતિહાસમાં પ્રથમવાર એક પણ ટી.પી.-ટાઉન પ્લાનિંગ સ્કીમ પેન્ડિંગ ન હોવાનું જોવા મળી રહ્યું છે.

ગુજરાતની સવાસો ઉપરાંત ઓથોરિટી પૈકી એક પણ ઓથોરિટીના વિકાસ નકશા સરકાર પાસે મંજૂરી માટે બાકી રહ્યા નથી. ચીફ ટાઉન પ્લાનર અને કોર્પોરેશન સત્તામંડળ હવે બે ને બદલે એક જ પરામર્શ કરીને ટી.પી. સ્કીમ અંગે પોતાની ભલામણો રજૂ કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણાના નગરજનોને દિપાવલીનું નવું નજરાણું આપીને 3ર.10 ચો.કિ.મી. વિસ્તારનો નગરપાલિકા વિસ્તારમાં અદ્વિતીય પુનરાવતત વિકાસ નકશો આપી દીધો છે.  સમગ્ર નગરપાલિકા વિસ્તારમાંથી ખેતી ઝોન રદ કરી રહેણાંક ઝોન કરવાનું સૂચન મુખ્યમંત્રીએ કર્યું છે.

વિજયભાઇ રૂપાણીએ ઉત્તર ગુજરાતના આથક-વ્યાપારિક ગતિવિધિઓના મહત્વના શહેર મહેસાણાનો ડેવલપમેન્ટ પ્લાન એક જ દિવસમાં મંજૂર કરી દીધો છે. મહેસાણા શહેરના આ પ્લાનની મંજૂરી સાથે જ ડી.પી મંજૂરીમાં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્યાંક પણ સિદ્ધ કર્યો છે. આ સાથે જ ગુજરાતના ટાઉન પ્લાનીંગના ઇતિહાસમાં મંજૂરી માટે એક પણ ડી.પી બાકી ન હોવાની સિદ્ધિ મેળવી છે.

કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં પણ 10 ડેવલપમેન્ટ પ્લાન અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે. સુરત-સુડાના ડી.પી.ની આખરી મંજૂરી બાદ હવે મહેસાણા શહેરના આ ડી.પી.ને અગિયારમાં ડી.પી તરીકે મંજૂરી આપી છે.1રપ ઉપરાંતની ઓથોરિટીના ડી.પી. પૈકી એક પણ ઓથોરિટીના નકશા હવે મંજૂરીમાં બાકી રહ્યા નથી.

મહેસાણા શહેરમાં રહેણાંક, વાણિજ્યીક, ઔદ્યોગિક અને અન્ય ઉપયોગ માટે વધુ જમીનો ઉપલબ્ધ થાય તે માટે નગરપાલિકા વિસ્તારમાં શહેરીકરણને અનુરૂપ તમામ ઝોનીંગ કરાયું છે. મહેસાણા શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખતાં ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝના સુવ્યવસ્થિત આયોજન માટે પહોળા રસ્તાઓ પણ આ ડી.પી માં મંજૂર કર્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IkM83E
via IFTTT

Post a Comment

أحدث أقدم