
અમદાવાદ, તા. 7 નવેમ્બર, 2020, શનિવાર
સ્માર્ટસિટી અમદાવાદ શહેરમાં જન્મ-મરણનાં દાખલાથી લઈ મેરેજ સર્ટીફિકેટ સુધીના મહત્વના દસ્તાવેજો મેળવવા ઓનલાઈન આપવાનું મ્યુનિ.તંત્રે શરૂ કર્યુ છે. ઉપરાંત ફાયર એન.ઓ.સી.મેળવવા માટેની પ્રક્રીયા પણ ઓનલાઈન શરૂ કરાઈ છે.
આમ છતાં સોફટવેરની ખામીના કારણે રકમ ભર્યાની રિસિપ્ટ કમ્પ્યુટર પર ઓનલાઈન જનરેટ થતી ન હોવાના કારણે જયાં સુધી એનઓસી મેળવનાર વ્યકિત કે અરજદાર પહોંચ રૂબરૂ રજૂ ન કરે ત્યાં સુધી એનઓસી મળી શકતી નથી.ઉપરાંત આ ખામીના કારણે કેટલાક કીસ્સામાં બે વખત ભરવાપાત્ર રકમ કપાઈ ગઈ હોવાના બનાવ બન્યા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
મળતી માહીતી મુજબ,મ્યુનિ.દ્વારા ટેક્ષ, એસ્ટેટ, ટી.ડી.ઓ.હેલ્થ, જન્મ-મરણ સહીતના અનેક વિભાગોમાંથી અરજદારને વિવિધ દાખલા કે સર્ટીફીકેટ મેળવવા ટી.સી.એસ. નામની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગની એન.ઓ.સી.એ ફીઝીકલ તપાસ વગર આપવી શકય ન હોવા છતાં ફાયર એનઓસી મેળવવાની પ્રક્રીયા પણ ઓનલાઈન કરાઈ છે.
સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ, ઓનલાઈન પ્રક્રીયા માટેના સોફટવેરમાં ખામી હોવાના કારણે ટેક્ષ વિભાગ હોય કે ફાયર વિભાગ અરજદાર ટેક્ષ બીલ ભરે અથવા ફાયર એનઓસી મેળવવા ભરવાપાત્ર થતી રકમ પરંતુ મ્યુનિ.ના વિભાગો સાથે કનેકટ કરાયેલા કમ્પ્યુટરોમાં અરજદાર દ્વારા ભરાતી રકમની પહોંચ ઓનલાઈન જોઈ શકાતી નથી.
આ કારણથી ફાયર એનઓસી સમય મર્યાદા, સલામતીના કારણોથી મહત્વની હોવા છતાં અરજદારે જમાલપુર હેડ ઓફીસ જઈ પૈસા ભર્યાની પહોંચ રજૂ કરવી પડે છે ત્યારબાદ જ ઈન્સપેકશનની પ્રક્રીયા થાય છે. જે કીસ્સામાં સોફટવેરની ભૂલથી અરજદારના પૈસા બે વાર કપાઈ જાય છે એ પરત આપવાની મ્યુનિ.દ્વારા કોઈ જોગવાઈ કે નિયમો બનાવાયા નથી. ટેક્ષમાં પણ વધારે રકમ કપાઈ ગઈ હોય તો આવતા વર્ષે ભરવાપાત્ર બીલમાં બાદ આપવાનુ કહેવાય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lbL2W1
via IFTTT
Post a Comment