
અમદાવાદ, તા. 6 નવેમ્બર 2020 શુક્રવાર
વિપક્ષી નેતા પદેથી રાજીનામું આપ્યા બાદ વિરોધીઓ સામે પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્મા આક્રમક મોડમાં આવી ગયા છે. આજે તેઓ પોતાના સમર્થકો સાથે શહેરભરમાં શક્તિ પ્રદર્શન કરશે. સવારે 11 વાગે એકસાથે વિવિધ સ્થળે શક્તિ પ્રદર્શન કરશે. દિનેશ શર્માના સમર્થકો-ટેકેદારો મોટાપાયે એકઠા થશે.
કોંગ્રેસ વિરૂદ્ધ કામ કરતા આગેવાનો સામે પ્રદર્શન કરશે. દિનેશ શર્મા દ્વારા પૂર્વના બાપુનગર, અસારવા, સરસપુર, રખિયાલ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પ્રદર્શન કરાશે. કોગ્રેસ દ્વારા નવા વિપક્ષી નેતા કમળાબેન ચાવડાને જાહેર કરાયા હતા. ત્યારે અમદાવાદની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના બાદ નવા વિપક્ષી નેતા અને કાર્યકારી વિપક્ષી નેતા બંને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એટલુ જ નહિ, કમળાબેન ચાવડા પીપળજ ઘટનાના ઇજાગ્રસ્તોને મળવા એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા, તો કાર્યકારી વિપક્ષી નેતા તૈફિકખાન પઠાણ પણ એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા.
કમળાબેન ચાવડા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં ઇતિહાસમાં પહેલી વાર દલિત મહિલા વિરોધ પક્ષના નેતા બન્યા છે. બહેરામપુરા વોર્ડમાં સતત ચાર ટર્મથી તેઓ ચૂંટાય છે. પ્રામાણિક તેના અને જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની તેમની છાપ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jYUvPf
via IFTTT
Post a Comment