
અમદાવાદ, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવી ગયુ છે અને જેમાં ભાજપને તમામ બેઠકોમાં વિજય મળ્યો છે ત્યારે મોદીની ચૂંટણી પહેલાની છેલ્લી ગુજરાત-અમદાવાદ મુલાકાત તથા સી પ્લેન પ્રોગ્રામ ભાજપને ફળ્યા છે.
ગુજરાતમાં વિધાનસભાથી માંડી લોકસભાની ચૂંટણીઓ પહેલા મોદીની રેલી-કાર્યક્રમો અચુક ગોઠવાય છે અને જેની અસર પણ મતદાન-પરિણામમાં દેખાતી હોય છે.આ મોડસ ઓપરેન્ડી 8 બેઠકોની પેટા ચૂંટણીમાં કારગર સાબીત થઈ અને સફળ પણ દેખાઈ. પેટા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી દ્વારા સી પ્લેનનું ઉદઘાટન તેમજ ગીરનાર રોપવે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અન્ય લોકાર્પણો ભાજપને ચૂંટણીમાં ફળ્યા છે.
આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામમાં ભાજપને તમામ 8 બેઠકોમાં વિજય પ્રાપ્ત થયો છે અને કોંગ્રેસની કારમી હાર થઈ છે . ત્યારે ફરી એકવાર એ સાબીત થઈ ગયુ છે કે કોઈ પણ ચૂંટણી હોય ચૂંટણી મેદાનમાં મોદીની તો જરૂર પડે જ છે. ચૂંટણી પહેલા પાટીલની રેલીઓ પણ થઈ ,ભાજપના નેતાઓના ભાષણો પણ થયા પરંતુ કોરોનામાં રેલીઓના વિવાદ બાદ અંતે મોદીએ છેલ્લે મેદાનમાં આવવુ પડયુ અને ચૂંટણી પહેલા ગુજરાતની છેલ્લી મુલાકાત અંતે ભાજપને ફળી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UgeNsU
via IFTTT
إرسال تعليق