
અમદાવાદ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સહિત અન્ય રાજ્યોને ફટાકડાં પર પ્રતિબંધ મૂકવા નોટિસ ફટકારી છે. હવા-અવાજના પ્રદુષણ ઉપરાંત કોરોનાની વર્તમાન પરિસિૃથતીને ધ્યાનમાં લઇને ફટાકડાં ફોડવા કે નહીં તે મુદ્દે હવે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે.
દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે એવી સંભાવના છેકે, આ વખતે દિવાળીએ ફટાકડાંના અવાજ નહી સંભળાય અને આકાશમાં રાત્રે આતશબાજીનો નજારો જોવા નહીં મળે . આવતીકાલે રાજ્યસરકાર આ મુદ્દે નિર્ણય લે તેવી શક્યતા જોવાઇ રહી છે.
દિવાળીના દિવસોમાં ફટાકડાંને હવા-અવાજના પ્રદુષણનુ સ્તર વધે છે. એટલું જ નહીં, વૃધૃધો ઉપરાંત દર્દીઓને મુશ્કેલી થાય છે. આ વખતે કોરોનાનુ સંક્રમણ હજુય યથાવત છે. આ બધીય પરિસિૃથતીને ધ્યાનમાં રાખી રાજસૃથાન, પશ્ચિમ બંગાળ અને ઓડિસા સરકારે ફટાકડાં ફોડવા અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. દિલ્હી સરકારે પણ ફટાકડાં પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે.
હવે ગુજરાત સરકારે પણ આ દિશામાં વિચારણા હાથ ધરી છે. પર્યાવરણવાદીઓ છેલ્લા કેટલાંય વખતથી આ મુદ્દે લડત આપી રહ્યાં છે ત્યારે ગ્રીન નેશનલ ટ્રિબ્યુનલે બધાય રાજ્યોના ચીફ સેક્રેટરીને નોટિસ આપી ફટાકડાં સંદર્ભમાં ખુલાસો પૂછ્યો છે. આજે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુનાવણી હાથ ધરી હતી. વધુ સુનાવણી 9મી નવેમ્બરે હાથ ધરાશે.
સૂત્રોના મતે, આવતીકાલે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત ગૃહવિભાગ- ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અિધકારીઓની એક બેઠક મળવા જઇ રહી છે જેમાં ફટાકડાં ફોડવા મુદ્દે તમામ પાસાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે ત્યાર બાદ રાજ્ય સરકાર ફટાકડાં પર પ્રતિબંધ મુદ્દે નિર્ણય જાહેર કરશે.
આ તરફ, દિવાળી હવે નજીક આવી છે ત્યારે કોરોનાના લીધે આમેય ફટાકડાં બજારો સુના પડયાં છે.તેમાં ય જો ફટાકડાંના વેચાણ પર પ્રતિબંધ મૂકાશે તો , સિઝનલ ધંધો કરનારાં વેપારીઓને આિર્થક નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. દિવાળીને લીધે વેપારીઓએ ફટાકડાંનો વેપાર થવાની આશા હતી પણ નવી આફત આવે તેવા એંધાણ છે. સરકારની વિચારણાને પગલે ફટાકડાંના વેપારીઓની ચિંતા વધી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TUVoxy
via IFTTT
إرسال تعليق