પોલીસ સ્ટેશનોની સ્પ્રિંકલર કેબીન બંધ : હવે ઝોનદીઠ એક પમ્પનો સહારો


અમદાવાદ, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર

કોરોનાનો ભય ઓસરી રહ્યો છે એ વાતની પ્રતિતિ પોલીસ સ્ટેશનોમાં બંધ હાલતમાં પડેલી સ્પ્રિંકલર કેબીનોથી થઈ રહી છે. એક સમયે કોરોનાથઈ બચવા માટે પોલીસ સ્ટેશનોમાં લોકફાળાથી સ્પ્રિંકલર કેબીનો બનાવવામાં આવી હતી.

આ કેબીનમાંથી લોકો પસાર થાય ત્યારે આપમેળે સેનેટાઈઝરને છંટકાવ થાય ને કોરોનાથી બચી શકાય તેવા દાવા કરાયાં હતાં. આવી  સ્પ્રિંકલર કેબીનો બંધ હાલતમાં છે અને પોલીસ પોતાની જાતને બચાવવા માટેના આયોજનો કરી રહી છે. હવે, ઝોનદીઠ એક-એક પમ્પ આપવામાં આવ્યાં છે અને પોલીસ સ્ટેશનને જરૂરીયાત અને ડીમાન્ડ મુજબ સેનેટાઈઝ કરી આપવામાં આવે છે. 

કોરોનાની ઘાતકતા ઘટી રહી છે અને સામાન્ય જીનજીવન થાળે પડી રહ્યું છે. આવા તબક્કે પોલીસ સ્ટેશનોમાં પણ કોરોનાની અસર ઓસરતી જણાય છે. કોરોનાકાળના આરંભે અને લોકડાઉન હતું ત્યારે શહેરના પોલીસ સ્ટેશનોમાં રાતોરાત અને તાબડતોબ સ્પ્રિંકલર કેબીનો લગાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં પ્રવેશ પહેલાં દરેક વ્યક્તિએ કેબીનમાંથી પસાર થવાનું રહેતું હતું.

કેબીનમાંથી સેનેટાઈઝરનો ફૂવારો થતો હતો અને અડધીથી એક મિનિટમાં શરીર અને કપડાં સેનેટાઈઝ થઈ જતાં હતાં. કોરોનાના આરંભકાળે આ વ્યવસૃથા ઉપયોગી પૂરવાર થતી જણાઈ હતી. જો કે, શહેરના તમામ 50 પોલીસ સ્ટેશનો અને અિધકારીઓની કચેરીઓમાં લગાવવામાં આવેલી સ્પ્રિંકલર કેબીનો માંડ પખવાડિયું ચાલી હતી. 

શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં સ્પ્રિંકલર કેબીનો બંધ હાલતમાં પડી છે અને ખૂબ ઓછા પોલીસ સ્ટેશનોએ આ કેબીનો હટાવી છે. શોભાના ગાંઠિયા જેવી બની રહેલી આ કેબીનમાં સ્પ્રિંકલર એટલે કે ફૂવારો બંધ પડી ગયો છે.

પોલીસ અિધકારીઓનું કહેવું છે કે, કોઈ પસાર થાય ત્યારે જ સેનેટાઈઝર નીકળે તેવાં સેન્સર અને મોટર લગાવાયાં હતાં. સેનેટાઈઝરથી સ્પ્રિંકલર અને મોટર જામ થઈ જવાની સાર્વત્રિક ફરિયાદો છે અને આ કારણે જ સ્પ્રિંકલર કેબીનો બંધ હાલતમાં પડી છે.

કોરોનાના આરંભકાળે હાઈટેક સિસ્ટમ ગોઠવાઈ હતી તે નિષ્ફળ રહેતાં પોલીસ હવે દેશી પદ્ધતિ તરફ આગળ વધી છે તે વધુ સફળ થતી જણાય છે. શહેર પોલીસના 50 પોલીસ સ્ટેશનોના 14 ઝોન એટલે કે એસીપી ઓફીસદીઠ એક-એક પમ્પ આપવામાં આવ્યાં છે.

ખેતરોમાં દવાના છંટકાવ માટે વપરાય છે તેવા સ્પ્રિંકલર પમ્પ જે પોલીસ સ્ટેશનને જરૂરીયાત હોય તે માગણી કરે છે. ઝોન ઓફીસ તરફથી જે-તે પમ્પ અને માણસને મોકલી આપી પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરી આપવામાં આવે છે. જો કે, આ પમ્પનો ઉપયોગ પણ ખૂબ ઓછો થતો હોવાનું પોલીસ સૂત્રો સ્વિકારે છે.

પોલીસે હવે અરજદારોથી સોશિયલ ડીસ્ટન્સ રાખવાનું શરૂ કર્યું છે. પી.આઈ.ના ટેબલ અને પી.એસ.ઓ. ટેબલને આગળ કાચ લગાવીને સુરક્ષિત બનાવવામાં આવ્યાં છે.

એ જ રીતે પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોમાં પણ કાચ લગાવીને અરજદારોથી સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં આવી રહ્યું છે. અનેક પોલીસ સ્ટેશનોમાં નાગરિકો અને પોલીસ કર્મચારીઓ માટે સેનેટાઈઝર રાખવા સાથે મુલાકાતી રજીસ્ટર પણ મેઈન્ટેઈન કરવામાં આવી રહ્યું છે.

બદલતા સમય સાથે કોરોના સામેની લડતમાં પોલીસે વાસ્તવિક અને દેશી પદ્ધતિઓ અખત્યાર કરીને કોરોના સામે રક્ષણ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં છે. નોંધનીય છે કે, શહેર પોલીસમાં 850 પોલીસ કર્મચારી, અિધકારી અત્યાર સુધીમાં કોરોનાની સારવાર લઈ ચૂક્યાં છે અને એક પી.આઈ. સહિત ચાર પોલીસ કર્મચારીએ જીવ ગુમાવ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Gpsna6
via IFTTT

Post a Comment

Previous Post Next Post