
અમદાવાદ, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર
પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન મતદારોને રિઝવવા ચલણી નોટો વહેચાઇ હતી. કરજણ મતવિસ્તારમાં ઇટોલા ગામમાં બનેલી આ ઘટનામાં ભાજપના કાર્યકરે મતદારોને ચલણી નોટો વહેચી હતી .
આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો જેની ગંભીર નોંધ લઇ રાજ્ય ચૂંટણી પંચે તપાસના આદેશ જારી કર્યા હતાં. આ ઉપરાંત સમગ્ર ઘટનાનો રિપોર્ટ મંગાવાયો છે.અન્ય ઘટનાઓમાં ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવી કાર્યવાહી કરવા તૈયારીઓ કરી છે. પેટાચૂંટણીમાં મતદારોને નાણાં આપીને મતદાન કરાવવા પ્રયાસ કરાયો હતો.
કરજણમાં મતદારોને નાણાં આપતા બે વિડીયો વાયરલ થયા હતાં તે સંદર્ભમાં રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચીન અિધકારી ડો.એસ.મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું કે, કરજણમાં અન્ય એક કિસ્સામાં નાણાં લઇ જતા બે કાર્યકરો સામે પોલીસફરિયાદ નોંધાઇ છે. આ જ મતવિસ્તારમાં મતદારોને નાણાં વહેચવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે જેના આધારે કલેકટર પાસે રિપોર્ટ મંગાવાયો છે.
પોલીસને પણ કાર્યવાહી પણ કાર્યવાહી કરી રહીછે. આ ઉપરાંત મોરબીમાં મતદાન મથકમાં ભાજપની પત્રિકા વહેચવાની ઘટનામાં કલેક્ટર પાસેથી અહેવાલ માંગવામાં આવ્યો છે. મોરબીના ગેડી ગામમાં ય બોગસ મતદાન થયાની ફરિયાદ થઇ હતી પણ તેમા તથૃથ જણાયુ નથી તેમ છતાં તપાસ શરૂ કરાઇ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kVnLY9
via IFTTT
إرسال تعليق