અમિત ભટનાગરને હાઇકોર્ટે મુંબઇ જવાની મંજૂરી આપી


અમદાવાદ, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર

રૂપિયા 2654 કરોડના લોનકોભાંડના આરોપી અમિત ભટનાગરને પહેલી ડિસેમ્બરથી સાતમી ડિસેમ્બર દરમિયાન મુંબઇ જવાની મંજૂરી હાઇકોર્ટે આપી છે. મુંબઇ સ્થિત સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તપાસ માટે અમિત ભટનાગરને હાજર રહેવા નિર્દેશ કર્યો હોવાથી ગુજરાત બહાર જવાની પરવાનગી માગતી અરજી તેના દ્વારા કરવામાં આવી હતી 

જામીનની શરતમાં ફેરફાર કરવા અને સાત દિવસ મુંબઇ જવાની પરવાનગી માગતી અરજીમાં અમિત ભટનાગરે રજૂઆત કરી હતી કે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તેને તપાસ માટે હાજર થવા કહ્યું છે.

આ અધિકારઓ તપાસ માટે ગુજરાત આવી શકે તેમ નથી કારણ કે તેમની રહેલા તપાસના અમુક દસ્તાવેજો ગુપ્ત છે અને તે મુંબઇ ઓફિસની બહાર લાવી શકાય તેમ નથી. જેથી તેને મુંબઇ પ્રવાસ કરવાની મંજૂરી મળવી જોઇએ. કોર્ટે તેને જરૂરી દવાઓ સાથે પહેલીથી સાતમી ડિસેમ્બર સુધીના સમયગાળામાં મુંબઇ જવાની મંજૂરી આપી છે અને તે ગુજરાત પરત ફરે તે નિશ્ચિત કરવા મુંબઇ સ્થિત એસ.એફ.આઇ.ઓ.ને આદેશ આપ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JZLyZL
via IFTTT

Post a Comment

أحدث أقدم