
અમદાવાદ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર
દિવાળી બાદ રાજ્યમાં શાળા-કોલેજો શરૂ થઇ શકે તેવા સરકારે એંધાણ આપ્યાં છે. રાજ્ય શિક્ષણ વિભાગે આરોગ્ય વિભાગ સાથે ચર્ચા પરામર્શના અંતે માર્ગદર્શિકાને પણ આખરી ઓપ આર્પી દીધો છે. આવતીકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઇ રહી છે જેમાં શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવાઇ શકે છે.
સૂત્રોના મતે, આવતીકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ બેઠક એક બેઠક આયોજન કરાયુ છે જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ,શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
આ બેઠકમાં શાળા કોલેજો શરૂ કરવા એસઓપી તૈયાર કરાઇ છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે.શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે શું સાવચેતી રાખવી તે અંગે હજુય સૂચનો મેળવવામાં આવી રહ્યાં છે.
મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ શાળા કોલેજોને શરૂ કરવામાં ઉતાવળ ન કરવી જોઇએ તેવી સલાહ આપી છે. જોકે, બુધવારે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે આખરી નિર્ણય લેવામાં આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uc0qpC
via IFTTT
إرسال تعليق