
અમદાવાદ, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર
વાળીનાથ ચોક એઈસી પાસેથી પગપાળા જઈ રહેલા યુવકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે યુવકનું મોત નીપજતા ટ્રાફિકના બી ડિવીઝને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ મુળ રાજસ્થાનનો રહેવાસી અને મેમનગરમાં ગોપાલનગર સાગરભાઈની ચાલીમાં રહેતો ભેરૂલાલ દેવાજી મીણા(35) 8 નવેમ્બરના રોજ રાત્રે વાળીનાથ ચોક બીઆરટીએસ બસ સ્ટેન્ડથી એઈસી બ્રિજ પર પગપાળા જઈ રહ્યો હતો. દરમિયાન પુરઝડપે જઈ રહેલા અજાણ્યો વાહન ચાલક ભેરૂલાલને ટક્કર મારીને ભાગી ગયો હતો.
અક્માતમાં ભેરૂમલને ડાબી બાજુના કાન તથા ડાબા હાથે ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 11 નવેમ્બરના રોજ તેનું મોત નીપજ્યું હતું.
આ અંગે ટ્રાફિકના બી ડિવીઝન પોલીસે ેમૃતકના પરિવારને જાણ કરી હતી. જેને પગલે ભેરૂમલના પિતા દેનાજી મીણા રાજસ્થાનથી અમદાવાદ આવ્યા હતા અને અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32EUDxz
via IFTTT
Post a Comment