
અમદાવાદ, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર
ગુજરાત યુનિ. દ્વારા યુજી કોમર્સ પ્રવેશ પ્રક્રિયામાં 6 રાઉન્ડ બાદ હજુ પણ ખાલી પડેલી 9808 બેઠકો માટે સાતમો રાઉન્ડ જાહેર કરાયો છે. યુનિ.દ્વારા કોલેજોમાં નવુ સત્ર અને ઓનલાઈન ટીચિંગ શરૂ કરી દેવાયા બાદ પણ જે રીતે રાઉન્ડ પર રાઉન્ડ કરવામા આવે છે તે જોતા લાગી રહ્યુ છે કે યુનિ.પાસે પ્રવેશ પ્રક્રિયાનુ પહેલેથી કોઈ નિશ્ચિત આયોજન જ ન હતુ.
બી.કોમ-બીબીએ-બીસીએ સહિતના કોમર્સ ફેકલ્ટી કોર્સમાં છઠ્ઠા રાઉન્ડમાં 3497 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો અને જેમાંથી 1696 વિદ્યાર્થીએ રિપોર્ટિંગ કરી પ્રવેશ કન્ફર્મ કર્યો છે.કુલ 6 રાઉન્ડ બાદ હાલ 30936 પ્રવેશ કન્ફર્મ છે અને ખાલી બેઠકો 9808 છે.
જુના અને નવા તમામ વિદ્યાર્થીઓ સાથે 6 રાઉન્ડ બાદ પણ યુનિ.દ્વારા હજુ 7મો રાઉન્ડ કરવાની જાહેરાત કરાઈ છે.જેમાં ફરી એકવાર નવુ રજિસ્ટ્રેશન શરૂ કરાયુ છે અને જે 17મી સુધી થશે. આ સાતમાં રાઉન્ડમાં રજિસ્ટ્રેશન ઓનલાઈન થશે પરંતુ રજિસ્ટ્રેશન ફોર્મ સબમિશન પ્રક્રિયા યુનિ.લેવલે ઓફલાઈન થશે.
યુનિ.દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી 13મી સુધી અને દિવાળી બાદ 17થી20મી સુધીમાં પ્રવેશ સમિતિ ઓફિસ ખાતે જમા કરાવવાની સૂચના અપાઈ છે.21મીએ ઓનલાઈન કોલેજ ફાળવણીનુ ટાઈમ ટેબલ જાહેર થશે. વિદ્યાર્થીને યુનિ.ખાતે રૂબરૂ બોલાવાતા વિદ્યાર્થી સંગઠને આજે હોબાળો પણ મચાવ્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ni0rEX
via IFTTT
Post a Comment