અમદાવાદમાં સુપર સ્પ્રેડર શોધવા ઝૂંબેશ : 75 પોઝિટિવ કેસ


અમદાવાદ, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર

દિવાળી પર્વ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા સાત ઝોનમાં ફરસાણ,મિઠાઈની દુકાનવાળાથી લઈ ફેરીયાઓના પણ રેપીડ ટેસ્ટ કરવા કવાયત શરૂ કરી છે.

ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં હોમ આઈસોલેશનમાં રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની પણ તપાસ વિવિધ મેડિકલ ટીમો દ્વારા કરવામાં આવી છે.ગુરૂવારે કુલ મળીને 1200 લોકોના ટેસ્ટ કરાતા ત્રીસ કોરોના પોઝિટિવ સુપર સ્પ્રેડર અને શુક્રવારે બીજા દિવસે વધુ 45 સંક્રમિત ફેરીયાઓ સાથે બે દિવસમાં 75થી વધુ કોરોના પોઝિટિવ કેસ મળ્યા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી મળ્યુ છે.

મળતી માહીતી પ્રમાણે,દિવાળી પર્વ અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં ખરીદી કરવા માટે લોકોની એકઠી થતી ભીડ અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતુ હોવાની સાથે લોકો માસ્ક પણ પહેરતા નથી.

આ પરિસ્થિતિમાં શહેરમાં ફરી કોરોના સંક્રમણમાં વધારો ના થાય એ માટે મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા વિવિધ ટીમોેની મદદથી સુપર સ્પ્રેડરને શોધવા કામગીરી શરૂ કરાઈ છે.દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની તપાસ પણ મ્યુનિ.હોસ્પિટલોના તબીબોની બનેલી ટીમો દ્વારા શરૂ કરાઈ છે.ગુરૂવારે અક દિવસમાં કુલ 1200 ટેસ્ટ કરાતા 30 સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવ મળ્યા હતા.

 શુક્રવારે શહેરના ઉત્તર ઝોનના વિવિધ વિસ્તારમાંથી કુલ મળીને 317 જેટલા સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરાતા પાંચ પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.પુર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં 78 જેટલા ફેરીયા અને દુકાનદારોના રેપીડ ટેસ્ટ કરાયા હતા.જયારે બોડકદેવ વોર્ડમાં 250 ટેસ્ટ કરાતા સાત પોઝિટિવ કેસ મળ્યા હતા.આંબલી વિસ્તારમાં શુક્રવારે બપોર સુધીમાં 230 ટેસ્ટ કરાયા હતા જે પૈકી ત્રીસ લોકો કોરોના પોઝિટિવ મળ્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3expC32
via IFTTT

Post a Comment

أحدث أقدم