
અમદાવાદ, તા. 16 નવેમ્બર 2020, સોમવાર
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર જીવલેણ કોરોના વાયરસે ઉથલો માર્યો છે. ઘાતક કોરોના ના કેસોમાં નોધપાત્ર વધારો થયો છે. તબીબો એવી ચેતવણી આપી છે કે, જો આ જ દશા રહી તો ફરી માર્ચ જૂન જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં ફૂલ થઇ છે. એટલું જ નહીં પણ 1200 બેડની હોસ્પિટલમાં અડધો ખાટલા ભરાઈ ગયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણેક દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી અમદાવાદ સિવિલમાં કોરોનાના 200થી વધુ દર્દીઓ ન હતા તેના બદલે છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોના ના દર્દીઓ માં વધારો થયો છે.

અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદીનું કહેવું છે કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં 60થી 70 ટકાનો વધારો થયો છે. માત્ર આઇસીયુ માં જ 150 દર્દીઓ દાખલ છે. જ્યારે વેન્ટિલેટર પર 22, બાયોપેપ પર 59 દર્દીઓ અને ઓક્સિજન પર ત્રણસો દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અત્યારે કુલ મળી ને 564 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા બે દિવસથી રોજ સરેરાશ 90થી વધારે દર્દીઓ સિવિલમાં આવી રહ્યા છે.
દિવાળીના તહેવારો હોય લોકો બિન્દાસ થઈ બજારોમાં ખરીદી કરી રહ્યા છે. અમદાવાદમાં ત્રણ દરવાજા, ઢાલગરવાડ, રીલીફ રોડ ઉપર ચિક્કાર ગીરદી જોવા મળી રહી છે. ત્યાં સુધી કોરોનાની વેક્સિન ન આવે ત્યાં સુધી સાવધાની રાખવા માટે તબીબોએ સલાહ આપી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36HWRx0
via IFTTT
إرسال تعليق