
અમદાવાદ, તા. 8 નવેમ્બર, 2020, રવિવાર
ગુજરાત યુનિ.ની યુજી કોમર્સની પ્રવેશ પ્રક્રિયામાં છઠ્ઠા રાઉન્ડના સીટ એલોટમેન્ટ બાદ પણ 8 હજાર જેટલી બેઠકો હજુ ખાલી છે. જ્યારે પીજી કોમર્સમા પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરાયુ છે.જેમાં 4926 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે.
બી.કોમ,બીબીએ-બીસીએ સહિતના કોમર્સ ફેકલ્ટી રીલેટેડ કોર્સની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં છઠ્ઠો રાઉન્ડ હાલ ચાલી રહ્યો છે.જેમાં 6ઠ્ઠા રાઉન્ડમાં પુરક પાસ સહિતના નવા અને જુના સહિતના 4 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
છઠ્ઠા રાઉન્ડમાં સીટ એલોટમેન્ટ બાદ બી.કોમમાં સરકારી 138, ગ્રાન્ટેડ 2922 અને ખાનગી કોલેજોની 3722 બેઠકો ખાલી છે જ્યારે બીબીએમાં 446 અને બીસીએમાં 611 બેઠકો ખાલી છે. નવા ઉમેરાયેલા ત્રણ એમએસસી ઈન્ટિગ્રેટેડ કોર્સીસમાં પણ 66માંથી 44થી53 જેટલી બેઠકો ખાલી છે. જ્યારે એમબીએ-એમએસસી આઈટીમાં બેઠકો ભરાઈ ગઈ છે.
કુલ મળીને 7984 બેઠકો ખાલી છે અને કુલ 40744 બેઠકોમાંથી 32760 બેઠકો પર હાલ પ્રવેશ ફાળવાયો છે. જ્યારે એમ.કોમ-પીજી કોમર્સમાં આ વર્ષે 10482 વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયુ છે અને જેમાં 9932 વિદ્યાર્થી મેરિટમાં છે. જેની સામે 6322 બેઠકો છે.જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 4926 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે અને 4980 વિદ્યાર્થી પ્રવેશ વંચિત છે.જ્યારે 1342 બેઠકો હજુ પણ ખાલી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kfXLpf
via IFTTT
Post a Comment