અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 518 દર્દીઓ સારવાર હેઠળ


અમદાવાદ, તા. 17 નવેમ્બર 2020 મંગળવાર 

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 518 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 170 દર્દીઓ ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તહેવારનાં ત્રણ જ દિવસમાં 433 દર્દીઓ દાખલ થયા છે.

કોરોના વાયરસનાં વધતા ગંભીર કેસને જોતા સિવિલ હોસ્પિટલમાં ડોકટરો ખડેપગે છે અને જેના કારણે કિડની અને કેન્સર હોસ્પિટલને ફરી કોવિડ હોસ્પિટલ તરીકે શરુ કરવામાં આવશે. 

અમદાવાદમાં વધતાં કોરોના વાયરસના કેસને જોતા સોમવારે નાયબ મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેને પગલે લોકડાઉન અંગે જણાવ્યું હતુ કે, લોકડાઉન નહીં થાય પણ જરૂર પડ્યે વ્યવસ્થા વધારીશું. એટલું જ નહીં પરંતુ તેમણે એ વાત પણ સ્વીકારી હતી કે, દિવાળીમાં બજારમાં લોકો બહાર નીકળતા સંક્રમણ વધ્યું છે. તહેવાર સમયે જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kDrBob
via IFTTT

Post a Comment

أحدث أقدم