કૉમર્સ પ્રવેશમાં નવા 4 હજારથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું


અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

ગુજરાત યુનિવર્સિટીની યુજી કોમર્સ ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં પુરક પાસ વિદ્યાર્થીઓ માટે અને અગાઉ વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે નવુ રજિસ્ટ્રેશન શરૂ કરાયુ હતુ.જેમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.આજે મેરિટ જાહેર થનાર હતુ પરંતુ મોડી રાત સુધી જાહેર થઈ શક્યુ નથી.

બી.કોમ-બીબીએ-બીસીએ સહિતના યુજી કોમર્સ ફેકલ્ટી કોર્સીસમાં પ્રવેશ માટે પાંચ રાઉન્ડ પૂર્ણ કરાયા બાદ હજુ પણ છઠ્ઠો રાઉન્ડ પુરક પાસ અને પ્રવેશ વંચિતો માટે કરવામા  આવી રહ્યો છે.

ધો.12 પુરક પાસ 45 હજાર વિદ્યાર્થીમાંથી ગુજરાત યુનિ.માં કોમર્સમાં પ્રવેશ માટે 3 હજાર વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.જ્યારે અગાઉ વંચિત રહી ગયેલા હોય તેવા જુના સહિતના 4044 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે. છઠ્ઠા રાઉન્ડ માટે 1લી સુધી નવા અને જુના વિદ્યાર્થીઓનું ઓનલાઈન ચોઈસ ફિલિંગ પણ પૂર્ણ થઈ ગયુ છે.

આજે પ્રોવિઝનલ મેરિટ જાહેર થનાર હતુ પરંતુ મોડી રાત સુધી  જાહેર ન થઈ શકતા વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. છઠ્ઠા રાઉન્ડનું ઓનલાઈન સીટ એલોટમેન્ટ 6ઠ્ઠીએ જાહેર થશે. મહત્વનું છે કે પાંચ રાઉન્ડ બાદ 12 હજાર બેઠકો ખાલી હતી ત્યારે 4 હજાર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થતા છઠ્ઠા રાઉન્ડ બાદ પણ 8 હજારથી વધુ બેઠકો ખાલી રહેશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35TdYvA
via IFTTT

Post a Comment

أحدث أقدم