
અમદાવાદ, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર
વિવિધ જ્ઞાતિઓની રજૂઆતો બાદ રાજ્ય સરકારે બિનઅનામત વર્ગમાં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે. સામાજીક અને ન્યાય અધિકારિતા વિભાગે ઇબીસીમાં આ તમામ જ્ઞાતિનો સમાવેશ કર્યો છે.
બિન અનામત વર્ગમાં રાજ્ય સરકારે વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે જેમાં 20 હિંદુ અને 12 મુસ્લિમ જ્ઞાતિઓ છે. હવે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં સરળતા રહેશે.
સામાજીક ન્યાય અધિકારીતા વિભાગે વાલમ બ્રાહ્મણ , મોઢ વણિક ,મોઢ વાણિયા , રાયકવાળ બ્રાહ્મણ , પુરબિયા રાજપૂત ક્ષત્રિય , વાવિયા , હિંદુ મહેતા - જેઠી મલ્લ , જયેષ્ઠી મલ્લ - જોબનપુત્રા , પુષ્પકર્ણા બ્રાહ્મણ , સિધ્ધરૂદ્ર બ્રાહ્મણ , પુરોહિત , મહેશ્વરી અગ્રવાલ , ઠક્કર , મારૂ રાજપૂત , રાવત-કુરેશી મુસ્લિમ , સુન્ની મુસલમાન વ્હોરા પટેલ-મોમીન , વૈદ્ય જ્ઞાાતિ , મોમીન સુથાર -મુમન , ખેડવાયા મુસ્લિમ , મુસ્લિમ ખત્રી , ચૌહાણ મુસ્લિમ , મુસ્લિમ રાયમા , મિરઝા , પિંઢારા અને શિયા જાફરીનો બિન અનામત વર્ગમાં સમાવેશ કર્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IBL4bd
via IFTTT
إرسال تعليق