
અમદાવાદ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર
અમદાવાદની હાથીજણ સ્થિત ડી.પી.એસ. શાળામાં ચાલતા નિત્યાનંદ આશ્રમની સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની 31મી ડિસેમ્બર સુધી તેમના વતન કર્ણાટકમાં રહેવાની છૂટ માગતી અરજી હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે અને અને જામીનની શરતરૂપે અપાયેલી છૂટનો સમયગાળો વધાર્યો છે.
અરજદાર સાધિકાઓ તરફથી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તેમનો પરિવાર કર્ણાટકમાં રહે છે અને ત્યાં જ તેમનું કાયમી રહેઠાણ છે, ગુજરાતમાં તેમની પાસે કોઇ કાયમી રહેટાણ નથી. કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં અમદાવાદ આવી વસવાટ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે તેમ છે.
આ ઉપરાંત ટ્રાયલ કોર્ટમાં ક્યારે કાર્યવાહી પુન: શરૂ થશે તે અંગે કોઇ નિશ્ચિતતા નથી. અગાઉ જામીન આપ્યા બાદ તેમને ત્રણ મહિના માટે ગુજરાત બહાર રહેવાની છૂટ આપવામાં આવી હતી, વર્તમાન પરિસ્થિતિને જોઇ આ રાહતની મુદત લંબાવવાની માગણી કરવામાં આવી હતી. જેથી કોર્ટે આ રાહત 31મી ડિસેમ્બર સુધી લંબાવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mTdblh
via IFTTT
Post a Comment