
અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર
અમદાવાદમાં વર્ષ 2017માં થયેલી આંખની સર્જરનીની રૂપિયા 75 હજારની રકમ વાર્ષિક આઠ ટકાના વ્યાજ સાથે અરજદારને ચૂકવવા અમદાવાદ શહેરની ગ્રાહક તકરાર નિવારણ ફોરમે કર્યો છે. સારવાર એક જ દિવસમાં થઇ ચૂકી હોવાનું કહી વીમા કંપની દ્વારા ક્લેઇમ નકારવામાં આવ્યો હતો.
આ કેસની વિગત એવી છે કે અમદાવાદમાં રહેતા એક મહિલાના નામે વર્ષ 2008થી મેડિક્લેઇમ લેવામાં આવતો હતો અને 10-4-2017ના રોજ તેમને આંખમાં તકલીફ થતાં ડૉક્ટરને બતાવવામાં આવ્યું હતું.
ડૉક્ટરની સલાહ બાદ તેમનું નોન-પ્રોલિફરેટિવ ડાયાબિટિક રેટિનોપથીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેનો કુલ ખર્ચ રૂપિયા 75,980 થયો હતો. જેથી આ રકમ મેડિક્લેઇમ દ્વારા મેળવવામાં અરજી કરવામાં આવી હતી અને તે નકારવામાં આવી હતી.
આ સમય દરમિયાન વર્ષ 2018માં આ મહિલાનું અવસાન થતાં ેતમના પુત્ર અને પુત્રી ગ્રાહક કોર્ટ સમક્ષ આ કેસ લડી રહ્યા હતા. જેની સામે વીમા કંપનીએ રજૂઆત કરી હતી કે આ ઓપરેશનમાં તેઓ 24 કલાક હોસ્પિટલમાં રહ્યા નહોતા, તેથી પોલિસીના વવિધ નિયમો પ્રમાણે ક્લેઇમ મંજૂર કરી શકાય નહીં.
બન્ને પક્ષોની રજૂઆત સાઁભળી ગ્રાહક કોર્ટે નોંધ્યું છે કે વીમા કંપનીએ તેમની દલીલમાં સમર્થનમાં કોઇ દસ્તાવેજી પુરાવા કે કોઇ નિષ્ણાત તબીબોના અભિપ્રાય રજૂ કર્યા નથી. તેથી તેઓ ક્લેઇમ ચૂકવવા જવાબદાર છે. વીમા કંપનીને રૂપિયા 75,980ની રકમ આઠ ટકાના વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવા આદેશ કરાયો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/384emtS
via IFTTT
Post a Comment