અમદાવાદમાં કોરોના વકર્યો : વધુ 169 લોકો સંક્રમિત, બે દર્દીના મૃત્યુ


અત્યાર સુધીના કેસો 46,115 થયા : 1,871ના મૃત્યુ

અમદાવાદ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર

અમદાવાદમાં કોરોના પ્રકોપ વચ્ચે નવા કેસો વધતા જાય છે, તો બીજી તરફ ડિસ્ચાર્જની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જેના કારણે સારવાર હેઠળના દર્દીઓનો આંક સતત નીચો આવી રહ્યો છે.

મ્યુનિ. દ્વારા આક્રમક ટેસ્ટિંગ પણ ચાલુ કરાયું છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં વધુ 169 લોકો કોરોનાગ્રસ્ત થયા હોવાનું સરકારી યાદીમાં જણાવાયું છે. જ્યારે સારવાર દરમ્યાન બે દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે.

જ્યારે બીજી તરફ સાજા થઈ ગયેલા 160 લોકોને હોમ- આઇસોલેશન અને હૉસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલા દર્દીઓનો આંકડો 46115ના આંકને આંબી ગયો છે. જેમાંથી 1871 દર્દીઓએ તેમનો જીવ ગુમાવ્યો છે. તેમજ સાજા થઈ ગયેલા 36435 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

બીજી તરફ રાહત આપનારી બાબત એ છે કે એક્ટિવ કેસો ઘટીને 2682 થઈ ગયા છે જેમાં પૂર્વ પટ્ટાના મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોનના 1402 અને પશ્ચિમ પટ્ટાના પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1280 દર્દીઓનો સમાવેશ થવા જાય છે. દક્ષિણ ઝોનના કેસો અને ઉત્તર પશ્ચિમ ઝોનના કેસો સતત વધેલા રહે છે.

ઉપરાંત ખાનગી હોસ્પિટલોના પ્રાઇવેટ બેડમાં 1428માં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 636 જ ખાલી દેખાય છે એમાં પણ 213 દર્દીઓ આઇસીયુમાં છે, તેમજ 88 વેન્ટીલેટર ઉપર છે. નવા કેસો વધતા અને ખાલી બેડની સંખ્યામાં ફરી ઘટાડો નોંધાવા માંડયો છે. કોરોના વાયરસ તેનું વારંવાર સ્વરૂપ બદલે છે જેના કારણ હર્ડ ઇમ્યુનિટી અને એન્ટીબોડિઝ અંગે વિરોધાભાસી માન્યતાઓ પ્રવર્તે છે.

હાલ હર્ડ ઇમ્યુનિટી અંગે મ્યુનિ. દ્વારા ત્રીજું સર્વેક્ષણ ચાલી રહ્યું છે જેના ટૂંકમાં જ તારણો જાહેર થશે અગાઉના બે સર્વેક્ષણમાં હર્ડ ઇમ્યુનિટી જેવું કશું નહી હોવાનું જણાયું હતુ એટલું જ નહીં કોરોના થઈ ગયો હોય તેવા 40 ટકા લોકોમાં એન્ટીબોડિઝ જણાયા નહોતા હળવા લક્ષણોવાળા દર્દીઓમાં એન્ટીબોડિઝ તૈયાર થાય છે કે નહીં અને થાય છે તો કેટલો સમય રહે છે, તે પ્રશ્ન અનુત્તર છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eK8BDa
via IFTTT

Post a Comment

أحدث أقدم