છેલ્લાં પાંચ વર્ષમાં 1,239 શ્રમિકોએ જાન ગુમાવ્યા


અમદાવાદ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના બણગાં ફુંકવામાં આવે છે પણ ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાના નામે મિંડુ છે. કેમિકલ ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટી સહિતની સુવિધાનો ભારોભાર અભાવ છે તેમ છતાંય ચકાસણી કરાતી નથી.

બધુ ય કાગળ પર છે. વેરહાઉસોમાં ઇન્સ્પેક્શનના નામે હપ્તારાજ ચાલી રહ્યુ છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટના સર્જાતાં 1239 શ્રમિકોએ જાન ગુમાવ્યા છે.ઔદ્યોગિક સલામતીના નિયમોની અવગણનાને લીધે શ્રમિકોની મોતમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યુ છે.

ગુજરાતમાં 31,500 ફેક્ટરીઓ છે જેમાં 16.93 લાખ શ્રમિકો કામ કરે છે. રાજ્યમાં અનેક ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટી થી માંડીને શ્રમિકોની સુરક્ષાને લઇને વ્યવસૃથા જ નથી. આમ છતાં ય ઔદ્યોગિક એકમોની તપાસ કરવામાં આવતી નથી. 

દર વર્ષે માત્ર 2-3 હજાર ફેક્ટરીની ઉપરછલ્લી તપાસ કરાય છે પણ વાસ્તવમાં ફેક્ટરીઓની ચકાસણી માટે પુરતો સ્ટાફ જ નથી તેવો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડો.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો કે, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિત સરકારી અિધકારીઓ હપ્તા લઇને ઘોર નિંદ્રામાં સૂઇ જાય છે અને જયારે આવી દુર્ઘટના બને,નિર્દોષ-ગરીબ શ્રમિકો જાન ગુમાવે ત્યારે હરકતમાં આવે. સરકાર પણ 2-4 લાખની મદદ કરીને સંતોષ માણે છે. હકીકતમાં ઔદ્યોગિક એકમોમાં સલામતી વ્યવસૃથામાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે.

છેલ્લા ચાર અઠવાડિયામાં જ આઠની વધુ ઔદ્યોગિક અકસ્માતમાં 24 શ્રમિકોના મોત નિપજ્યા હતાં. જે શ્રમિકોના પરસેવાથી ફેક્ટરીઓ ચાલી રહી છે ત્યાં જ શ્રમિકોની સુરક્ષા-સલામતી માટે કોઇ સુવિધા નથી. તેમણે એવો ય આરોપ મૂક્યો કે, ઔદ્યોગિક એકમોમાં ઇન્સ્પેકશનના નામે હપ્તારાજ ચાલી રહ્યુ છે.

ભ્રષ્ટાચારની નીતિને લીધે આવી દુર્ઘટના બની રહી છે. ગેરકાયદેસર ફેક્ટરીઓના માલિકોની રાજકીય વગ છેક ગાંધીનગર સુધીની છે જેના કારણે તપાસનુ માત્ર નાટક થશે અને ગમે તે ઘડીએ ફિંડલુ વળી જશે. કોંગ્રેસે સેફ્ટીની સુવિધા વિનાની, પરવાનગી વિનાની જોખમી રસાયણો બનાવતી ફેક્ટરી તાકીદે બંધ કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32ipOyn
via IFTTT

Post a Comment

Previous Post Next Post