
અમદાવાદ, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર
આનંદનગરમાં રહેતી યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ તેનો પતિ જર્મની જતો રહ્યો હતો અને જર્મની લઈ જવાનું ખોટુ વચન આપ્યું હતું. તે સિવાય સાસરીયાઓએ ટેનામેન્ટ લેવા માટે પરિણીેતાને તેના પિતા પાસેથી 10 લાખ લઈ આવવા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહી પોતાનો ધર્મ સ્વીકારવા માટે પણ દબાણ કરતા હતા. આ અંગે આનંદનગર પોલીસે સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આનંદનગરમાં કલાદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિધીબહેન(28) પ્રહલાદનગરમાં એકખાનગી કંપનીમાં નોકરી કરે છે. અગાઉ 2017માં તેઓ રાજપથ ક્લબ પાછળ આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે તેમની ઓળખ તાર્કીક એમ.શાહ સાથે થઈ હતી.
બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા લગ્ન કરવા માટે પોતપોતાના પરિવારજનોની મંજુરી લઈને ફેબુ્રઆરી 2020માં લગ્ન કર્યા હતા. પિયરમાંથી દાગીના અને કરિયાવરનો સામાન લઈને વિધીબહેન તાર્કીકના આનંદનગરના પ્રેરણાતીર્થ દેરાસર પાસેના નંદનવન-5ના ફ્લેટમાં રહેવા આવ્યા હતા.
લગ્નના 15 દિવસ બાદ તાર્કીક જર્મની જતો રહ્યો હતો અને વિધીબહેનને જર્મની લઈ જવાનું ખોટુ વચન આપ્યું હતું. વિધીબહેનના સાસુપ્રિતીબહેન પ્રાયમરી ટીચર હોવાથી અને સસરા મુકેશચંદ્ર શાહ પણ નોકરી કરતા હોવાથી તેમણે વિધીબહેનને ઘરકામ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
નણંદ અને નણદોઈ પણ મહિનામાં 15 દિવસ તાર્કીકના ઘરે રહેતા હતા. સાસરીયાઓએ તાર્કીક જર્મનીથી પાછો આવે ત્યારે ટેનામેન્ટ લેવાનું હોવાથી તારા પિતાને 10 લાખ તૈયાર રાખવાનું કહેજે એમ વિધીબહેનને કહ્યું હતું. તે સિવાય સાસરીયા જૈન ધર્મ સ્વીકાર કરવા ત્રાસ આપતા હતા.વિધીબહેનનો પગાર પણ સાસરીયા લઈ લેતા હતા.
દરમિયાન જુલાઈ 2007માં તાર્કીક જર્મનીથી પરત આવતા તેણે તેના માતા પિતા અને બહેનની કાનભંભેરણીથી વિધીબહેનને બિભત્સ ગાળો બોલી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 31 ઓગસ્ટના રોજ વિધીબહેન કામથી થાકી ગયા હોવાથી આરામ કરતા હતા ત્યારે સાસરીયાઓએ ઘરનું કામ કરવા તારો બોપ આવશે કહીને ઝઘડો કર્યો હતો.
ઉપરાંત તાર્કીકે વિધીબહેનને લાફો મારી દીધો હતો અને તેમને કારમાં તેમના પિતાના ઘર પાસે મુકીને જતા રહ્યા હતા. આ અંગે તેમણે પતિ તાર્કીક, સસરા મુકેશચંદ્ર શાહ, સાસુ પ્રિતીબહેન અને નણંદ દીશા શાહ વિરૂધ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39ptyT9
via IFTTT
إرسال تعليق