પ લાખથી વધુ કર્મચારીઓને રૂા.10 હજાર ફેસ્ટિવલ એડવાન્સ અપાશે


વગર વ્યાજે 10 હપ્તામાં રકમ પરત મેળવાશે

અમદાવાદ, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર

રાજ્ય સરકારે પાંચ લાખથી વધુ કર્મચારીઓને ફેસ્ટિવલ એડવાન્સ આપવા નિર્ણય કરી દિવાળીની ભેટ આપી છે.દિવાળીના તહેવારોની ઉજવણી કરી શકે તે માટે  પાંચ લાખ અિધકારી- કર્મચારીઓને રૂા.10 હજાર ફેસ્ટિવલ આપવા નક્કી કરાયુ છે. જોકે, કર્મચારીઓને એડવાન્સની રકમ રૂપે કાર્ડના સ્વરૂપે આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ નારાજ થયા છે. 

ચારેક દિવસ પહેલાં જ રાજ્ય સરકારે મોઘવારી ભથ્થુ આપવાની જાહેરાત કરી સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ ધરી હતી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિપાવલી- નૂતન વર્ષના તહેવારોના અવસરે અિધકારી-કર્મચારીઓને રૂા.10 હજાર  ફેસ્ટિવલ એડવાન્સ આપવા નિર્ણય કર્યો હતો. 

ડીજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકારે કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં એડવાન્સની રકમ આપવા નક્કી કર્યુ છે. જોકે, રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારી ખુશ નથી. સરકારી કર્મચારીઓનું કહેવુ છેકે, રોકડ રકમને લીધે વ્યક્તિ  ગમે તે રીતે નાણાં વ્યવહાર કરી શકે છે અને ખરીદી કરી શકે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IBwaC8
via IFTTT

Post a Comment

Previous Post Next Post